વડાલી ધરોઈ ત્રણ રસ્તા પાસે ગેરકાયદે દબાણો દૂર કરાયાં

Views 120

વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ પાલિકાએ કેટલાય વર્ષોથી બનાવેલા 22 કોલાઓની જાહેર હરાજી ન કરતાં કેટલાક વેપારીઓએ ગેરકાયદે કોલા પર દબાણ કરી પોતાનો અડ્ડા જમાવી બેઠેલા વેપારીઓ સામે લાલ આંખ કરી દબાણ દૂર કરાયા હતા.

વડાલી ધરોઈ ત્રણ રસ્તા પર સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ છેલ્લા કેટલાક વર્ષો પહેલા પાલિકામાં 22 કોલાઓ બનાવ્યા હતા. પણ સત્તાધીશોએ તેમના મળતીયાઓને ફાયદો પહોંચાડવા કોલાઓની જાહેર હરાજી ન કરતાં 22 કોલાઓમાં વર્ષોથી ગેરકાયદે વેપારીઓ પોતાનો અડ્ડા જમાવી બેઠા ત્યારે હવે ધરોઈ ત્રણ રસ્તા પર દિન પ્રતિદિન લોકોનો ઘસારો વધતા પાલિકાની વર્ષો બાદ કોલાઓ પર નજર પડી અને અંતે બ્રહ્મજ્ઞાન થતાં પાલિકાએ કોલાદીઠ 25,000 ડિપોઝિટ અને દરમહિને 2500 ભાડું વસૂલવાનું નક્કી કરી કોલામાં અડ્ડા જમાવી બેઠેલા વેપારીઓ સામે પાલિકાએ ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાવ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *