લુબી કોર્પોરેટ હાઉસના સ્ટોર રૂમમાંથી પોલીકેબ કંપનીના કોપર વાયરના થીકનેશની લૂંટ કરતા ઇસમોને મહેન્દ્ર બોલેરો પિકઅપ સાથે પકડી ગુનો શોધી કાઢતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ . 

Views 55

લુબી કોર્પોરેટ હાઉસના સ્ટોર રૂમમાંથી પોલીકેબ કંપનીના કોપર વાયરના થીકનેશની લૂંટ કરતા ઇસમોને મહેન્દ્ર બોલેરો પિકઅપ સાથે પકડી ગુનો શોધી કાઢતી અમદાવાદ શહેર , ક્રાઈમ બ્રાન્ચ . 

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ નાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં મિલકત સબંધી ગુના શોધી કાઢવા અંગે સુચના કરેલ . જે અનુસધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી.બારડ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એમ.એચ.શિણોલ સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફના માણસોને મિલકત સબંધી ગુના શોધી કાઢવા માટે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં . દરમ્યાન ઝુંડાલ સર્કલ પાસે આવતા , ચોક્ક્સ બાતમી હકીકત મળેલ કે , “ સાબરમતી પો.સ્ટે . પાર્ટ ‘ એ ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૨૦૨૮૭/૨૦૨૨ ઇપીકો કલમ ૩૯૨ , ૧૧૪ મુજબના કામે સંડોવાયેલ આરોપી રામનિવાસ ઉર્ફે બન્ટુ રહે . ઝુંડાલ , અમદાવાદ વાળો તેના મળતીયા સાથે ઝુંડાલ ટોલ પ્લાઝાથી ઝુંડાલ સર્કલ તરફ જતા એસ.પી. રીંગ રોડ ઉપર આવેલ ઓવરબ્રીજ પહેલા ઓ.એન.જી.સી.ના કંપાઉન્ડ પાસે રોડની બાજુમાં મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલા નં . જીજે – ૨૭ – એક્સ -૩૯૨૧ સાથે હાલમાં ઉભો છે 

. ” જે બાતમી હકીકત આધારે તુરત જ સ્ટાફના માણસો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ જઇ ખાનગી રાહે ખાત્રી તપાસ કરતા ઉપરોક્ત બાતમી હકીકતમાં જણાવેલ નંબરવાળા મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલામાં બે ઈસમો બેસેલ જણાયેલ . મહીન્દ્રા બોલેરો પીકઅપ ડાલા મુજબના વાહનની ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ ઈસમ તથા ડ્રાઈવર સીટ ઉપર બેસેલ ઈસમોને વાહનમાંથી નીચે ઉતારી પ્રથમ ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ ઈસમનુ નામઠામ તેણે પોતાનું નામ રામનિવાસ ઉર્ફે બન્ટુ દેશરાજ તોમર , ઉ.વ. ૨૯ , હાલ રહે . ઝુંડાલ સર્કલ પાસે , ધનમાી ગ્રેનાઈટની બાજુમાં આવેલ મો.ટાવરના સામાનના ગોડાઉનમાં , દ્વારકેશ પાર્ટી પ્લોટની સામે , ગામ : ઝુડાલ , તા – જી : ગાંધીનગર તથા મુળ રહે . ગામ : આલમપુર , તા : ફતેહાબાદ , જી : આગ્રા , ઉત્તરપ્રદેશ હોવાનું જણાવેલ , તેની અંગઝડતી તપાસ કરતા તેની પાસેથી કંઈ મળી આવેલ નહી . ડ્રાઈવર સીટ ઉપર બેસેલ ઈસમનું નામ ઠામ પ્રિન્સસિંગ જયસિંગ રાજપુત , ઉ.વ. ૨૧ , હાલ રહે . ઝુંડાલ સર્કલ પાસે , ધનમાી ગ્રેનાઈટની બાજુમાં આવેલ મો.ટાવરના સામાનના ગોડાઉનમાં , દ્વારકેશ પાર્ટી પ્લોટની સામે , ગામ : ઝુડાલ , તા – જી : ગાંધીનગર મુળ રહે . ગામ : પુરેભેંસાન , તા : લાલગંજ , જી : પ્રતાપગઢ , ઉત્તરપ્રદેશ હોવાનું જણાવેલ . તે ઈસમની અંગઝડતી તપાસ કરતા તેની પાસેથી કંઈ મળી આવેલ નહી . બંને ઈસમોને સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાની વિગત જણાવી ,

આ ગુના સબંધે તેમજ આ ગુનામાં અગાઉ પક્ડાયેલ ઈસમ રતન રામલાલ ગાડરી સબંધે પુછતાં પકડાયેલ બંન્ને ઈસમો પૈકી રામનિવાસ ઉર્ફે બંન્ટુ દેશરાજ તોમરે , રતન ગાડરી પોતાનો મિત્ર હોવાનુ જણાવેલ . ગુનો બીજા મળતીયાઓ સાથે આચરી મેળવેલ પોલીકેબ કંપનીના કોપરના વાયરના બોક્ષ ઉપરોક્ત મહીન્દ્રા બોલેરો ડાલાની પાછળના ભાગે ભરી લઈ પોતાના મિત્ર એવા ડ્રાઈવર પ્રિન્સસિંગ જયસિંગ રાજપુત તથા બીજા મળતીયાઓ સાથે ચાણક્યપુરી ખાતે કુમુદનગરની બાજુમાં , શિવમ ફ્લેટની પાછળ , ખુલ્લા ખેતરમાં આવેલ અંબાલાલ ગાડરીના ગોડાઉન ખાતે રતન રામલાલ ગાડરી તથા અંબાલાલ ગાડરીને પોલીકેબ કંપનીના કોપરના વાયરના બોક્ષ વેચાણ આપેલ હોવાનું અને અગાઉ કોઇ કેસમાં પકડાયેલ નથી તેમ જણાવેલ છે . 

રામનિવાસ ઉર્ફે બન્ટુ દેશરાજ તોમર તથા પ્રિન્સસિંગ જયસિંગ રાજપુત મુજબના સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ ‘ એ ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૯૨૨૦૨૮૭/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨ , ૧૧૪ મુજબના કામે સંડોવાયેલ હોય , બંને આરોપીઓને તા .૭ / ૨ / ૨૦૨૨ ના કલાક ૧૭/૦૦ વાગે સી.આર.પી.સી. કલમ ૪૧ ( ૧ ) ( બીએ ) મુજબ અટક કરી , આગળની વધુ તપાસ અર્થે સાબરમતી પોલીસ સ્ટેશન સોંપવા માટે તજવીજ કરવામા આવેલ છે . આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદામાલ : મહીન્દ્રા બોલેરો મેક્ષી વાહન આર.ટી.ઓ. નંબર જીજે – ૨૭ – એક્સ -૩૯૨૧ જણાય છે . કીં.રૂ. ૬,૫૦,૦૦૦ / – ગણાય . 

આરોપી વિરુધ્ધમા દાખલ થયેલ ગુનો : સાબરમતી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં .૧૧૧૯૧૦૩૭૨૨૦૨૮૭ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૯૨,૧૧૪ મુજબ . 

HBN TV NEWS

આવાજ હિન્દુસ્તાન કી

હર હંમેશ સત્ય ની સાથે

ક્રાઇમ  રિપોર્ટર  :: જગદીશ સોલંકી, લીના રાવત

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *