રાજસ્થાનથી ડ્રગ્સ લઇને આવતા બે ઝડપાયા:ધાનેરાની લવારા ચેકપોસ્ટે રાજસ્થાનથી રૂ 1.55 લાખનું ડ્રગ્સ લઇ આવતાં બે શખ્સો ઝડપાયા

Views 115

ધાનેરા પોલીસે લવારા ચેકપોસ્ટેથી સોમવારે સાંજે રાજસ્થાનથી ડ્રગ્સ લઇને આવતા બે ઇસમોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા 1.55 લાખનું હેરોઇન કબ્જે લઇ ડ્રગ્સ મંગાવનારા 17 શખ્સો સામે પણ ગૂનો નોંધ્યો હતો.

રાજસ્થાનથી ડ્રગ્સ લઇને આવતા બે ઇસમોને ઝડપી લીધા
સોમવારે મોડી સાંજે ધાનેરા પોલિસની ટીમના દઝાભાઇ, ભુરાભાઇ, રમેશભાઇ, ખુમાભાઇ તથા પ્રવિણભાઇએ લવારા ચેકપોસ્ટે બાઇક નં. જીજે. 08. સી. કયુ. 0723ને રોકાવ્યું હતુ. જેના ચાલક હરેશ ઉર્ફે હચો ડોન નટવરભાઇ ભેમાભાઇ ગલચર અને વિશાલગીરી શીવગીરી ગૌસ્વામી પાસેથી રૂપિયા 1,55,000નું 15.500 ગ્રામ સ્મેક ડ્રગ્સ મળી આવ્યું હતુ.

કુલ રૂપિયા 2,50,000નો મુદ્દામાલ કબ્જે લીધો
આ અંગે રૂપિયા 15,000નો મોબાઇલ ફોન, રૂપિયા 80,000નું બાઇક મળી કુલ રૂપિયા 2,50,000નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ડ્રગ્સ આપનાર રાજસ્થાનના સુનિલ ઉર્ફે નિંબારામ વિશ્નોઇ (રહે. અરણાય જી. જાલોર) સહિત અન્ય 17 શખ્સો સામે ધાનેરા પોલીસ મથકે ગૂનો નોંધ્યો હતો.

કોની કોની સામે ફરિયાદ નોંધાઇ
(1) હરેશ ઉર્ફે હચો ડોન નટવરભાઇ ભેમાભાઇ ગલચર રહે. ઉમીયાનગર, ધાનેરા,(2) વિશાલગીરી શીવગીરી ગૌસ્વામી રહે. માલોત્રા,(3) સુનિલ ઉર્ફે નિંબારામ વિશ્નોઇ રહે. અરણાય જી. જાલોર,(4) કેરાજી રાજપુત રહે. ધાનેરા,(5) તુલસીભાઇ પકોડીવાળ રહે. ધાનેરા,(6) દશાભાઇ ઇસાભાઇ લુહાર રહે. ધાનેરા,(7) સહેજાદ માંગલ રહે. ધાનેરા,(8) આરીફ અબ્દુલશાં સાંઇ રહે. ધાનેરા,(9) શ્રવણ હિરાભાઇ માજીરાણા રજે. ધાનેરા,(10) મયુરભાઇ સેન રહે. ધાનેરા,(11) રાજો ઠક્કર રહે. ધાનેરા,(12) સંજય તગારીયા રહે. ધાનેરા,(13) ઇશ્વરભાઇ રબારી રહે. ધાખા તા. ધાનેરા,(14) સેંધાભાઇ રાવતાભાઇ માજીરાણા રહે. થાવર તા. ધાનેરા,(15) રુપાભાઇ વજીર રહે. ધાનેરા,(16) જીગર બલવંતભાઇ સોલંકી રહે. ધાનેરા,(17) હિતેષભાઇ સોની રહે. ધાનેરા

તપાસમાં અન્ય નામો ખુલશે: PI
એક કડી મળી છે જેથી આ કડીના આધારે અન્ય લોકો જે વેચાણ કરે છે અને ડ્રગ્સનું સેવન કરે છે તેવા લોકોના નામો બહાર લાવવામાં આવશે અને તેમની સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે. અમારી ટીમ આ યુવાનોને નસીલા વ્યસનથી બચાવવા માટે તમામ તપાસ કરશે.:.એ.ટી.પટેલ (પી.આઇ.)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *