યુવકને મનપસંદ નંબરના સિમકાર્ડ નામે છેતરપિંડી કરવી ભારે પડી 

Views 154

સિમકાર્ડ આપવાના નામે રૂ.17 હજાર પડાવી લીધા

ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી

અમદાવાદમાં સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતા યુવકને મનપસંદ નંબરના સિમકાર્ડ આપવાના નામે રૂપિયા 17 હજાર પડાવી લેવા ભારે પડ્યા છે. રૂપિયા ચૂકવી દીધા બાદ પણ સીમકાર્ડ ના આપતા આરોપી યુવકે તેના મિત્રો સાથે મળી ફરિયાદીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારતાં યુવકે નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાર લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
મનપસંદ નંબર મેળવવા માટે રૂપિયા 17 હજાર આપ્યા
બાપુનગર વિસ્તારમાં રહેતો રિષભ પટેલ એક મહિના પહેલા સોનીની ચાલી પાસે આવેલ એક સીમકાર્ડ કંપનીમાં પ્રમોટર તરીકે નોકરી કરતો હતો. જો કે તેની સાથે અભ્યાસ કરતા મહિમ પંડ્યા નામના મિત્રને સીમકાર્ડ ખરીદવા હોવાથી મનપસંદ નંબર મેળવવા માટે રૂપિયા 17 હજાર આપ્યા હતા. ફરિયાદીએ પણ તેને બે દિવસમાં સીમકાર્ડ આપવાનો વાયદો કર્યો હતો.
માર મારીને બાદમાં તેને આંબાવાડી પોલીટેકનિક કોલેજ લઈ ગયા
જો કે 25 મી તારીખે ફરિયાદીના મિત્રનો ફોન આવ્યો હતો. અને લોનનું કામકાજ હોવાથી નિકોલ ખોડીયાર જ્યોત સોસાયટી ખાતે બોલાવ્યો હતો. જેથી તે રિક્ષામાં બેસીને ત્યાં ગયા હતા. જ્યાં મહીમ પંડ્યા અને બીજા ત્રણ લોકો બે એક્ટિવા પર આવ્યા હતા. અને ફરિયાદી પાસે સીમકાર્ડની માંગ કરી હતી. પરંતુ ફરિયાદીએ તેની પાસે સીમકાર્ડના હોવાનું કહ્યું હતું. જો કે મહીમ પંડ્યાએ તેની પાસે રૂપિયા પરત માંગ્યા હતા. ફરિયાદીએ તેની પાસે રૂપિયા ના હોવાનું કહેતા જ એક આરોપી આને ઉપાડી લો તેવું કહેતા તેને એક્ટિવા પર બેસાડી સરદાર ચોક લઈ ગયા હતા. જ્યાં તેને માર મારીને બાદમાં તેને આંબાવાડી પોલીટેકનિક કોલેજ લઈ ગયા હતા.
પોલીસે બે આરોપીઓની અટકાયત કરી
જેમાં કોલેજના પાર્કિંગમાં આરોપીઓએ ફરિયાદીને માર મારીને ધમકી આપી હતી કે તું એમને ઓળખતો નથી. જો અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશું. એમ કહીને આરોપીઓ ત્યાંથી જતાં રહ્યાં હતાં. જ્યારે ફરિયાદી રિક્ષામાં તેના ઘરે પહોંચ્યો હતો. અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે બે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *