HBN TV NEWS
તારીખ ૨૪ ઓગષ્ટ ૨૦૧૯
મહેસાણા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ)નો પ્રારંભ
સ્વચ્છ સર્વેક્ષણ (ગ્રામીણ) અભિયાનમાં મહેસાણા જિલ્લો
અગ્રતાપુર્ણ કામ કરે તે માટે નાગરિકોને અનુંરોધ કરાયો
મહેસાણા
સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ યોજના અંતર્ગત મહેસાણા જિલ્લો અગ્રતાપુર્ણ રીતે આગળ વધી રહ્યો
છે. ગ્રામિણ સ્વચ્છતાના આ આંદોલનમાં લોક સહયોગ મળી રહ્યો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ
૨૦૧૯ હાથ ધરાઇ રહ્યું છે.આ સ્વચ્છતા સર્વેક્ષણમાં મહેસાણા જિલ્લો અગ્રતાપુર્ણ કામ કરે તે માટે નાગરિકોને
અનુંરોધ કરાયો છે.જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાઇ રહેલ સફાઇ
કામગીરીમાં સહયોગ આપી જિલ્લો આ અભિયાનની આગેવાની મેળવે તે માટે ખાસ અનુંરોધ કરાયો છે.
રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર ગામ તથા જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરવામાં આવનાર છે સ્વચ્છ
ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત વિસ્તારમાં સ્વચ્છતાલક્ષી સિધ્ધિનું પ્રત્યક્ષ આંકલન કરવાની આ અગત્યની પહેલ
કરવામાં આવી છે. જેમાં ભારતના બધા રાજયોના તમામ જિલ્લાઓમાં સ્વચ્છતા અંગેના સંખ્યાત્મક અને ગુણાત્મક
મૂલ્યાંકન દ્વારા જિલ્લાઓને ગુણાનુક્રમ આપવામાં આવશે.
ધાર્મિક સ્થાન જેવાં સાર્વજનિક સ્થળોનું તેમજ શૌચાલયના ઉપયોગ અને તેની જાણવણી જેવા માપદંડો પ્રમાણે
આંકલન કરવામાં આવશે. આ સર્વેક્ષણમાં ૧૦૦ ગુણમાંથી એજન્સી દ્વારા રેન્ડમલી પસંદ કરવામાં આવનાર
ગામમાં નિયત માપદંડ પ્રમાણે મુલ્યાંકન કરવામાં આવશે. જેમાં વાસ્તવિક નિરીક્ષણ (Direct Observation) ના ૨૦
ગુણ ગામમાં શૌચાલયની ઉપલબ્ધતા, શૌચાલયની ઉપયોગીતા, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, પ્લાસ્ટિક
કચરાના પ્રમાણને ધ્યાને લેવામાં આવશે આ ઉપરાંત ૩૫ ગુણ સીટીઝન અભિપ્રાય અંતર્ગત ગામના પ્રોત્સાહિત
વ્યક્તિઓના ફીડબેક, મોબાઇલ એપ્લીકેશન દ્વારા પ્રતિભાવો તેમજ અન્ય ૩૫ ગુણોમાં જિલ્લા કક્ષાની સેલ્ફ
એ.એમ.ટી. કોમ્યુનિટી ટોઇલેટનું નિર્માણ, શૌચાલય તથ ઓડીએફ (ખુલ્લામાં શૌચમુક્ત વિસ્તાર) વેરીફિકેશનના
આધારે આપવામાં આવશે. ભારત સરકારની નિયુકત કરેલી ટીમ ગામોમાં સ્વચ્છતાનું નિરીક્ષણ અને મૂલ્યાંકન
કરશે. જેના આધારે તા.૨જી ઓક્ટોબર, ૨૦૧૯ના રોજ પ્રથમ આવનાર ગામ તથા જિલ્લાઓને રાષ્ટ્રીય કક્ષા પર
સન્માનિત કરાશે. આ ઝુંબેશમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત લાભ મેળવનાર વ્યક્તિ વ્યક્તિઓ આ
જનઆંદોલનમાં હિસ્સો લે અને પોતાના ગામમાં સ્વચ્છતાલક્ષી સિદ્ધિઓ વિશેનો પ્રતિભાવ આપે અને ઝુંબેશને
મજબૂત બનાવી જિલ્લાને સફળતા અપાવશે. આ અંગે https://tinyurl.com/SSG2019CF લીંક ડાઉનલોડ કરી
એપ્લીકેશનમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ માટે ઓનલાઇન પ્રતિભાવો આપી શકશે. રાજ્યમાં સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ
યોજના અંતર્ગત ખાસ પ્રોત્સાહક ગ્રાન્ટ આપવામાં આવે છે. રાજ્યમાં પ્રથમ વાર ગ્રામિણ વિસ્તારોમાં સ્વચ્છતા
સર્વેક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે જેથી મહેસાણા જિલ્લો આ સ્વચ્છતા સર્વેક્ષણમાં આગેવાની લે તે માટે
વહીવટીતંત્ર દ્વારા ખાસ અનુંરોધ કરાયો છે