ભારતનો સૌથી ઉચો ગુલાબનો છોડ ગોધરામા…
હા, દેશનો સૌથી ઉચો ગુલાબનો છોડ છે ગોધરામા…અને આ બાબતને પ્રમાણિત કરી છે “લિમ્કા બૂક ઓફ રેકોર્ડસ” સન્સ્થાએ આ ગુલાબના છોડ ની ઉચાઈ છે અધધ…39 ફુટ…ગોધરાના બામરોલી રોડ પર આવેલી નંદનવન સોસાયટી ખાતે રહેતા કોમર્સ કોલેજ ગોધરાના પ્રોફેસર અરુણસિંહ સોલંકીના આંગણે ઉછરેલો આ છોડ હાલ તો 44 ફુટ ઉચો થઈ સમગ્ર મકાનને જાણેકે પોતાના બાહુપાશમાં લીધો હોય તેમ લહેરી રહ્યો છે. આ ગુલાબ ના છોડની બીજી વિશેષતા એ છે કે જ્યારે આ છોડ પર ફુલ આવે છે ત્યારે તે ઝુમ્ખા સ્વરુપે આવે છે અને એક ડાળી પર 25 થી 35 જેટલા ગુલાબ ખીલી ઉઠે છે અને આ સમયે આ છોડનો નજારો અદ્ભુત હોય છે.
આમ ગોધરાના ગુલાબના આ છોડે માત્ર ગોધરા કે પંચમહાલનું જ નહિ સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરેલ છે.
મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાના મદદનિશ સંશોધક વૈજ્ઞાનિક ડો.એમ.બી.પટેલ, ડો.પી.કે.પરમાર, બાગાયત કેન્દ્રના કનક્લતા મેડમ, નાયબ માહિતી નિયામક આર.આર.રાઠોડ, આર ઍન્ડ બી ના ઇજનેરશ્રી હિમાની શાહ, સાયન્સ કોલેજ ગોધરાના બોટની વિભાગ ના પ્રોફેસર ડો.રૂપેશ નાકર તથા પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મિડીયા ગોધરાના અહેવાલ ના આધારે હરિયાણા સ્થિત સન્સ્થાએ પ્રોફ.અરુણસિંહ સોલંકીના આંગણાના ગુલાબના આ છોડને ભારત ના સૌથી ઉંચા ગુલાબના છોડ તરીકે સ્વિકારી તેને લિમ્કા બૂક ઓફ રેકોર્ડસ મા સ્થાન આપ્યું છે..
પ્રો.અરુણસિંહ સોલંકીએ આ રેકોર્ડ બદલ તેમના પરિવારજનો સહિત સમગ્ર નંદનવન સોસાયટીના રહિશોનો આભાર માન્યો છે અને આગામી સમયમા ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમા પણ ગોધરાનું નામ આવે તેવા પ્રયાશો હાથ ધર્યા હોવાનુ જણાવ્યુ છે….
રિપોર્ટર:- અજયસિંહ ચૌહાણ બ્યુરો ચીફ પંચમહાલ
ભારતનો સૌથી ઉચો ગુલાબનો છોડ ગોધરામા
Views 78