ભચાઉમાં રહી વર્ષીથી હોલસેલ અંગ્રેજી શરાબનો ધંધો કરતા અશોકસિંહ ઉર્ફે મામા જાડેજાના દારૂ ઉપર રાજ્યની નશાખોરી વિરુદ્ધ કામ કરતી સ્ટેટ મોનીટરીંગ સેલની ટુકડીએ વધુ એક વખત ત્રાટકીને રૂ. 50 લાખ 66 હજારની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગત મધ્યરાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં ભચાઉ નગરથી દૂર જીઆઇડીસી ગોડાઉનમાં ગાંધીનગર SMCની ટીમ બે ગાડી સાથે પહોંચી હતી, અને મોટા વાહનમાંથી નાના વાહનમાં થઈ રહેલા દારૂના કટિંગ સમયે ત્રાટકી બે આરોપી સહિત 4 વાહનોને ઝડપી પાડ્યા હતા. SMCની ટીમ પહોંચતાજ પોલીસ આવી એવી બુમો સાંભળી મામાનો રાઈટ હેન્ડ ગણાતો ભગી ભાગી ગયો હતો. ટીમ દ્વારા કુલ રૂ.73 લાખ 56 હજાર 600નો મુદામાલ કબ્જે કરી ભચાઉ પોલીસના હવાલે કર્યો હતો. જ્યાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુલ 16 આરોપી સામે ગુનો નોંધાયો છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 14 આરોપીને ફરાર બતાવાયા છે.
ભચાઉ પાસે પડાયેલા દારૂના દરોડા વિશે SMCના પીએસઆઇ એ.ડી. ચાવડાએ જણાવ્યું હતું કે ગત રાત્રિના 2 વાગ્યાના અરસામાં પૂર્વ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. દારૂના કટિંગ વેળાએ ટીમને આવતી જોઈ ભગીરથસિંહ જાડેજા પોલીસ આવી એવી આરોપીએ બૂમ પાડતા અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. દરોડામાં દારૂની 23964 બોટલ સાથે બે આરોપી પકડાઈ ગયા હતા.
દરોડામાં આરોપી 1) કિશોરસિંહ દાનુભા સરવૈયા. રહે.સાંગાણા તા.તળાજા, જિ.ભાવનગર. અને (2) પ્રહલાદભાઈ અરજણભાઈ ઠાકોર. રહે.ભવાનીપુર, ભચાઉ. પકડાઈ ગયા હતા. જ્યારે લિસ્ટેડ બુટલેગર અને મુખ્ય સૂત્રધાર (1) આશકસિંહ ખરફે મામા બાલુભા જાડેજા રહે. દરબારગઢ, ભચાઉ. (2) ભગીરથસિંહ દુર્ગાસિંહ જાડેજા. રહે. બાપુનગર, ભચાઉ (ભાગીદાર), (3) શિવમસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે.ભચાઉ (પારનેર), (4) મોહનસિંહ રાણા રહે.આદિપુર,તા. ગાંધીધન (ગોડન માલિક), (5)ભૂરો ઠાકોર રહે.ભચાઉ., (6)જયંતી પેથાજી ઠાકોર રહે.ભચાઉ.(7) રમેશ ઠાકોર રહે. ભચાઉ, (8)અરજન કચરા ઠાકોર રહે.ભચાઉ, (9)ચાલક અને માલિક ટેન્કર નંબર GJ-12-AU-5050.(10) મહેન્દ્ર બોલેરો વાહનનો ડ્રાઇવર અને માલિક.(11) ચાલક અને માલિક ટ્રેક્ટર નં. GJ-12-AN-3709 (12) સ્પ્લેન્ડર હોનડા મોટર સાયકલ નં. મલિકને ફરાર જાહેર કરી આગળની તપાસ ભચાઉ પોલીસને સોંપવામાં આવી હતી.