ડીસાના નવીભીલડી ગામની બ્રેઈન્ડેડ મહિલાએ લિવર, કીડની અને ચક્ષુ દાન કરી નવો રાહ ચીંધ્યો હતો. ડીસા તાલુકાના મુળ છ્ત્રાલા ગામના અને હાલ નવીભીલડીના વતની રમેશભાઇ રણછોડજી ઠક્કરની ધર્મ પત્ની ઉષાબેન રમેશભાઇ ઠક્કર (ઉ.વ. 55) જેઓને કાનના ઓપરેશન માટે સુરત ખાતે પોતાના દિકરા સી.એ.તરીકે કામ કરતા મુકેશભાઇ ઠક્કરએ પોતાની માતાને સુરત અડાજણ ખાતે આવેલ બી.એ.પી.એસ. હોસ્પિટલ ખાતે સરવાર અર્થે લઇ ગઇ ગયા હતા. જેઓને મગજનું હેમરેજ થતા સરવાર દરમિયાન તા. 17 જાન્યુઆરીને મંગળવારના રોજ નિધન થયું હતુ.
જેઓના પરિવારે અંગોનું દાન કરવાનું નક્કી કર્યું હતું. જેથી બે કીડની, લીવર, આંખોનું દાન બીજાને કરી અને જીવત દાન મળે તે હેતુથી સુરત હોસ્પિટલ ખાતે દાન કરી સમાજનો નવો રાહ ચિધી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. સ્વ.ઉષાબેનને ત્રણ દિકરી અને એક દિકરો છે. અંગ દાનને અમુલ્ય દાન માનવામા આવે છે. ત્યારે ઉષાબેન ઠક્કરએ કીડની, લીવર અને આંખોનું દાન કરીને બીજા ત્રણ લોકોને જીવત દાન આપશે.
પાલનપુરની મહિલાએ અંગદાન કરવાનો સંકલ્પ કરી રાહ ચિધ્યો
પાલનપુર : પાલનપુરના સ્નેહલબેન વિક્રમભાઈ રાવલ દ્વારા પોતાની બિનહયાતીમાં અંગદાન મહાદાન સંકલ્પ કરવામાં આવ્યો છે. સ્નેહલબેન રાવલ જેઓ પાલનપુરના જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુરમાં મેમ્બર તરીકે સેવાઓ આપે છે. તેઓ હાલમાં ટ્યૂશન કલાસની પ્રવૃત્તિ કરે છે તેમના પતિ વિક્રમભાઈ રાવલ બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડોગ સ્કવોર્ડમાં ફરજ બજાવે છે. જનસેવા ગ્રુપના અંગદાન-મહાદાન અભિયાન અંતર્ગત તેમને પોતાનું ફોરમ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપના કાઉન્સિલર જયેશભાઈ સોનીને જમા કરાવ્યું છે.
મૃત્યુ બાદ અંગદાન કરીને કોઈના જીવનમાં આસાનું કિરણ બનીને કાયમ જીવંત રહી શકાય છે. અંગદાન દ્વારા બ્રેઈન, હાર્ટ, ચામડી, ફેફસા, લીવર, સ્વાદુપિંડ, બોનમેરો, કિડની, આપણી બે આંખો વગેરે અંગોનું દાન થઈ શકે છે અને કોઈ વ્યક્તિને નવજીવન મળી શકે છે. સ્નેહલબેન રાવલને અંગદાન મહાદાનના સંકલ્પ બદલ જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.