બુટલેગરની દાદાગીરીથી સ્થાનિકો ત્રસ્ત:દાંતા તાલુકામાં દારૂના અડ્ડાઓમાં વધારો, વેલવાડા ગામે બુટલેગરે સ્થાનિક પર હુમલો કર્યો

Views 120

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પરંતુ દારૂબંધીનો કાયદો દાંતા તાલુકામાં લાગુ પડતો નથી તેવુ જોવા મળી રહ્યું છે. દાંતા તાલુકાના મોટાભાગના ગામોમાં દારૂની દુકાનો ખુલી ગઈ છે અને આ કારણે સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન પરેશાન છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી દાંતા તાલુકામાં આવેલું જગ વિખ્યાત યાત્રાધામ છે. અંબાજી થી 20 કિલોમીટર દૂર આવેલું દાંતા ગામ દાંતા તાલુકાનું વડુ મથક છે. દાંતાની અંદર છેલ્લા કેટલાય સમયથી માથાભારે બુટલેગરનું દારૂનું સ્ટેન્ડ ખુલ્લી આમ ચાલી રહ્યું છે

દાંતા પોલીસને દાંતામાં બધું દેખાય છે પણ આ બુટલેગરનું સ્ટેન્ડ દેખાતું નથી. આ બાબતને લઈને દાંતા તાલુકાના જાગૃત નાગરિકે દાંતા પોલીસ મથકે અને ત્યારબાદ રાજ્યના ગૃહ મંત્રીને લેખિત ફરિયાદ કરી હોવા છતાં પણ દાંતા ખાતે માથાભારે બુટલેગરનું સ્ટેન્ડ બંધ થયેલ નથી. ગૃહ મંત્રીને પત્ર લખાયો દારૂના અડ્ડા બંધ કરવા તેમ છતાં કાર્યવાહી ન કરતાં સળગતા સવાલો ઉઠ્યાં છે.

ઉતરાયણના દિવસે દાંતા તાલુકાના વેલવાડા ગામે નદીના પટમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે. ત્યારે વેલવાડા ગામના સ્થાનિક લોકોએ આ દારૂનો અડ્ડો બંધ કરવા રજૂઆત કરી હતી. તે સમયે નદીના પટમાં ઝઘડો શરૂ થયો હતો અને દારૂના બુટલેગરે રજૂઆત કરનાર ગ્રામજનો પર છરીથી હુમલો કર્યો હતો. દાંતા પોલીસ આ બાબતે હજુ સુધી કોઈ કાયદાકીય પગલાં લીધા નથી. ત્યારે રાજ્યના ગૃહ મંત્રી એકવાર દાંતા તાલુકામાં આવીને આ બધુ કાયમી ધોરણે બંધ કરે તેવી માંગ ઉઠી છે. અને જવાબદાર પોલીસ અધિકારી પર પગલા ભરે તેવી પણ માંગ ઉઠી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *