બળાત્કાર તથા સૃષ્ટિ વિરુધ્ધના કૃત્યમાં બે વર્ષથી ફર્લો જમ્પ થયેલ પાકા કેદીને ઝડપી પાડતી અમદાવાદર શહેર , ક્રાઇમ બ્રાન્ચ
. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ , નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર . મંડલિક સાહેબનાઓએ અમદાવાદ શહેર વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ , ફર્લો તથા વચગાળા જામીન ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા અંગે સુચના કરેલ .
ઉપરોક્ત સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના પો.સ.ઇ. શ્રી એસ.વી.સાખરા , ટેકનીકલ પો.સ.ઇ. શ્રી એસ.બી.પટેલ તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓ વોન્ટેડ તથા પેરોલ , ફર્લો તથા વચગાળા જામીન ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે ટેકનીક્લ સર્વેલન્સ આધારે તથા અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ મારફતે કાર્યવાહી હાથ ધરેલ હતી . દરમ્યાન પો.સ.ઇ. શ્રી એસ.વી.સાખરા , ટેકનીકલ પો.સ.ઇ. શ્રી એસ.બી.પટેલ , હે.કો.ભવાનીસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. હર્ષદસિંહ ગંભીરસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે મણીનગર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં .૧૫૫ / ૨૦૧૨ ઇપીકો કલમ ૩૭૬ , ૩૭૭ વિગેરે મુજબના કામે સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલ પાકા કેદી નં.ડ / ૧૪૬૧૫ સંદિપ કનૈયાલાલ સોની રહે.ઘર નં .૨૨૩૦ , મહાલક્ષ્મીની પોળ , સોનીનો ખાંચો , રાયપુર , અમદાવાદ શહેરને તા .૦૨ / ૦૨ / ૨૦૨૨ ના રોજ ગીતામંદિર એસ.ટી. બસ સ્ટેશન ખાતેથી પકડી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલ સાબરમતી ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે .
સદર આરોપીની પુછપરછ દરમ્યાન , મણીનગર પોલીસ સ્ટેશનના ઉપરોક્ત ગુન્હામાં પોતાની ધરપકડ થયેલ અને નામદાર કોર્ટ દ્વારા પોતાને દસ વર્ષની સજા કરેલ , બાદ તા .૨૯ / ૦૬ / ૨૦૨૦ ના રોજ દિન -૧૫ ના ફર્લો રજા ઉપર છુટેલ હતો . તા .૧૪ / ૦૭ / ૨૦૨૦ ના રોજ જેલ ખાતે પરત હાજર થવાનું હતું પરંતુ હાજર થયેલ નહી . પોતે છેલ્લા દોઢ વર્ષથી ફર્લો રજા ઉપરથી ફરાર રહેલ . ફર્લો રજા ઉપરથી ફરાર થયા બાદ પોતાની પત્ની તથા બાળકો ઉપરોક્ત ગુન્હામાં પોતાની ધરપકડ થયા પછી બોલાવતા ન હોય , જેથી પોતે ગોતા ખાતે આવેલ સ્તવન ફ્લેટમાં સફાઇ કામ તથા રસોઇ બનાવવાનું કામ એક વર્ષ સુધી કરેલ તેમજ તે પછી થલતેજ ખાતે રહેતો હતો . હાલમાં છેલ્લા બે માસથી દ્વારકા , હરીદ્વાર , અંબાજી જેવા ધાર્મીક સ્થળો ખાતે ફરતો હતો .
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
- ક્રાઇમ રિપોર્ટર જગદીશ સોલંકી ની સાથે લીના રાવત