બરોડા માં ગેસ ચોરી કરતો રાઠવા એજન્સીનો ઈસમ ઝડપાયો

Views 60

બરોડા માં ગેસ ચોરી કરતો રાઠવા એજન્સીનો ઈસમ ઝડપાયો
 બરોડા માં ગેરી કમ્પાઉન્ડ પાસે ગેસની ચોરી કરતો હતો આ ઈસમ
બરોડા ના યોગીનગર ગેરી કંપાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં એક ટેમ્પોમાં ઘરેલું ગેસના બોટલોમાંથી ખાલી ગેસના બોટલોમાં પાઈપ જોડીને ગેરકાયદે ગેસ રીફલીંગ કરતાં રાઠવા ગેસ એજન્સીના ડીલીવરી બોયને ગોત્રી પોલીસે ઝડપી કુલ રૂા.3,07,276નો મુદામાલ પકડયો હતો. ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોત્રીના હેડ કોન્સ્ટેબલ સતીષભાઈ નાગજીભાઈને ખાનગી રાહે બાતમી મળી હતી કે યોગીનગર ગેરી કંપાઉન્ડ પાસે ખુલ્લા મેદાનમાં એક છોટા હાથી ટેમ્પામાં ઘરેલું ગેસના બોટલોમાંથી ખાલી ગેસના બોટલોમાં પાઈપ જોડીને ગેરકાયદે રીતે ગેસ રીફલીંગ કરી રહ્યો હતો
આ ખાનગી બાતમીના આધારે ગોત્રી પોલીસે રાઠવા ગેસ એજન્સીના ડીલીવરી બોય અશોકકુમાર બલવંતરામ (રે. રાઠવા ગોડાઉન રીફાઇનરી ગોરવા,વડોદરા)ની અટક કરી હતી. અશેાકે 38 ગેસ બોટલમાંથી 34.400 કિ.ગ્રામ ગેસ(કિ.રૂ.2176)ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે કાર્યવાહીમાં ત્રણ લાખના ટેમ્પો સહિત કુલ રૂા.3,07,276નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
HBN TV NEWS
રિપોર્ટર:: jagdish Solanki.,
mhamhd husen

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *