ફારૂક મસરૂફ અહેમદ કુરેશી , હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર , વર્ગ -૨ , અમદાવાદ મ્યુ . કોર્પોરેશન , અમદાવાદ ને એ સી બી લાંચ લેતાં ઝડપ્યો

Views 130

 આરોપી અ.મ્યુ.કોર્પોરેશન માં ઢોર પકડવાની ગાડીમાં નોકરી કરતા હોઇ , ફરીયાદીની ગાયો નહી પકડવાની અને કેસ નહી કરવાના દર મહિને લાંચ પેટે રૂ .૧૦,૦૦૦ / – ની માંગણી કરે છે અને જો ન આપે તો કેસ કરવાની ધમકી આપે છે . ગઇ કાલે ફરીયાદીના મોબાઇલ ફોનમાં આરોપીએ ફોન કરી હપ્તા ના રૂ .૧૦,૦૦૦ / – તથા દિવાળી બોનસ પેટે રૂ .૧૦,૦૦૦ / – મળી રૂ .૨૦,૦૦૦ / -ની માંગણી કરેલ , જેથી ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થા નહી હોવાનુ કહેતા આરોપીએ હપ્તાના રૂ .૧૦,૦૦૦ / આપી જવાનુ કહેલ . જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય , ફરીયાદીએ એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરી એ.સી.બી.ને ફરીયાદ આપેલ . જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી , રૂપિયા ૧૦,૦૦૦ / -ની લાંચની માંગણી કરી , સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબત નોંધ : ઉપરોક્ત આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે . ટ્રેપીંગ અધિકારી : શ્રી એસ.એમ.પટણી , પો.ઇન્સ . , અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે . તથા એ.સી.બી. સ્ટાફ સુપર વિઝન અધિકારી : શ્રી કે.બી. ચુડાસમા , મદદનીશ નિયામક , એ.સી.બી. અમદાવાદ એકમ , અમદાવાદ .
  HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
 હર હંમેશ સત્ય ની સાથે 

 
 
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *