પોલીસ કર્મચારીઓ સામે તવાઇ:રાવપુરાના 5 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, સંસ્થા વસાહત પાસે ​​​​​​​બૂટલેગરને ત્યાં પાડેલા દરોડામાં શંકાસ્પદ ભૂમિકાની તપાસમાં દોષિત…

Views 61

  ગુજરાત માં પોલીસ કર્મચારી ઓ એ પોલીસ બેડા નું નામ ખરાબ કરી નાખ્યું છે     પોલીસ કર્મચારીઓ સામે તવાઇ:રાવપુરાના 5 પોલીસ કર્મચારી સસ્પેન્ડ, સંસ્થા વસાહત પાસે ​​​​​​​બૂટલેગરને ત્યાં પાડેલા દરોડામાં શંકાસ્પદ ભૂમિકાની તપાસમાં દોષિત…
 
ગુજરાત માં દિન પતી દિન પોલીસ નું નામ  આવે છે પોલીસની બુટલેગરની દુકાનમાં પાડેલા શંકાસ્પદ દરોડા અંગે શહેર પોલીસ કમિશનરે ઝોન-2 ડીસીપીને તપાસ સોંપતા દરોડામાં સામેલ 5 પોલીસ કર્મચારીઓ દોષિત જણાતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે આરોપીઓને છાવરતા પોલીસકર્મચારીઓ સામે લાલ આંખ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે.
 
3 ફેબ્રુઆરીના રોજ રાવપુરાની સંસ્થા વસાહત પાસે દારૂના વેચાણની બાતમી મળતા રાવપુરા પોલીસે હિરેન સુરેશભાઈ ઠક્કર (રહે. પ્રતાપ રોડ, સંસ્થા વસાહત ગેટ સામે) બુટલેગરની ધરપકડ ન કરી માત્ર 6 દારૂની બોટલો કબજે કરી હતી. આ ઘટનાના 1 કલાક બાદ પીસીબીએ બાતમીના આધારે આ જ સ્થળ પર દરોડો પાડી બુટલેગરની ધરપકડ કરીને દારૂની 16 બોટલો કબજે કરતા રાવપુરા ડિસ્ટાફની ફરિયાદ પોલીસ કમિશનર પાસે પહોંચી હતી. જેને પગલે ડીસીપી જયરાજસિંહ વાળાને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં 5 પોલીસ કર્મચારી દોષિત જણાયા હતા.
 
રાવપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ બી.બી.પટેલે જણાવ્યું હતું કે, એલઆરડી થી માંડી એએસઆઈ સુધીના આ કર્મચારીઓનાં નામ હેડ કોન્સ્ટેબલ મુખ્તાર અહેમદ શોકતઅલી, લોકરક્ષક વિપુલ દુલાભાઈ, લોકરક્ષક આકાશ ભાનુભાઈ અને એએસઆઈ રાજુ પુંજાભાઈ છે. જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે દરોડા બાદ સિટી પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવેલા અને દરોડાના કેસની તપાસ કરી રહેલા એએસઆઈ સલાઉદ્દીન સીદ્દીભાઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કારેલીબાગમાં સાગમટે 87 કર્મચારીના બદલીના બીજા દિવસે રાવપુરા પોલીસના 5 કર્મચારી સામે તવાઇ આવી હતી. 
HBN TV NEWS
આવાજહિન્દુસ્તાન કી 
ક્રાઇમ રિપોર્ટર : જગદીશ સોલંકી , મહંમદ હુસેન 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *