મહિલા પત્રકારને માર માર્યો હોવાના આક્ષેપ
દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈ ફરતા
અમદાવાદના અમરાઈવાડીના PI સસ્પેન્ડ થયા છે. જેમાં PI કે.એ.ડામોર પર નશામાં મહિલાને માર મારવાનો આરોપ હતો. તેથી ખાતાકીય તપાસમાં સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મહિલા પત્રકારને માર માર્યો હોવાના આક્ષેપ
અમરાઈવાડી PI કે.એ.ડામોર સામે સુરેન્દ્રનગરના કેસમાં ખાતકીય તપાસ બાબતે નશામાં મહિલા પત્રકારને માર માર્યો હોવાના આક્ષેપ હતા. જેની તપાસમાં IGએ PI કે.એ.ડામોરને સસ્પેન્ડ કર્યા છે. તથા હાલ અમરાઈવાડી PI તરીકે જસમીન રોઝિયા મુકાયા છે.
મહિલાએ ડામોરની ગાડીની ઓવરટેક કરી
ઉલ્લેખનિય છે કે સુરેન્દ્રનગરના એક કેસમાં PI સામે ખાતકીય તપાસ હતી. જેમાં અમરાઈવાડી PI સામે નશાની હાલતમાં એક મહિલા પત્રકારને માર માર્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવતા ચકચાર મચી હતી. સમગ્ર ઘટનામાં અમરાઈવાડી PI કે.એ.ડામોર પીએસઆઇ હતા ત્યારે તરણેતરના મેળામાં તેમને ફરજ સોંપાઈ હતી. તે દરમિયાન બંદોબસ્ત પૂર્ણ કરીને કે.એ. ડામોર ચોટીલા જવા નીકળ્યા હતા. ત્યારે ડામોર દારૂ પીને પોલીસની સરકારી ગાડી લઈને નીકળ્યા હતા. આ દરમિયાન જ રસ્તામાં મહિલા પત્રકાર મેળાનું રિપોર્ટિંગ કરીને પરત ફરી રહી હતી. ત્યારે મહિલાએ ડામોરની ગાડીની ઓવરટેક કરી હતી.
હાલ અમરાઈવાડી PI તરીકે જસમીન રોઝિયા મુકાયા
બાદમાં ડામોરે નશામાં પોતાની ગાડી ઓવરટેક કરીને મહિલા પત્રકાર સાથે ગેરવર્તન કર્યું હતું. આ હરકત બાદ ડામોર ભાગી ગયા હતા. તેમ છતાં પત્રકાર મહિલાએ હિંમતથી તેનો પીછો કર્યો અને એની જાણ કંટ્રોલને કરી હતી. મહિલાને ચોટીલા પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી પ્રમાણે ડામોરે મહિલા પત્રકાર પર હાથ ઉપાડ્યાની વાત પણ સામે આવી હતી. તેથી સમગ્ર મામલે તપાસમાં IGએ કે.એ.ડામોરને સસ્પેન્ડ કર્યા છે. તથા હાલ અમરાઈવાડી PI તરીકે જસમીન રોઝિયા મુકાયા છે.