પાલનપુર-આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક એક દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે અમીરગઢ તરફથી આવતી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થતા કાર ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવના પગલે l&t વિભાગ તત્કાલીક ઘટના સ્થળ પર દોડી પહોંચ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે પાલનપુર આબુ હાઇવે ઉપર ચિત્રાસણી નજીક એક કાર પુરઝડપે જતા ડિવાઈડર સાથે અથડાઈ હતી, તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્થાનિક લોકો અને એલ એન્ડ ટી વિભાગની ટીમ ઘટનાસ્તર પર દોડી હતી. ત્યારે સ્થાનિકોએ ગાડી નજીક જતા ગાડીમાંથી મોટી પ્રમાણમાં દારૂ નીકળ્યો હતો. જેથી સ્થાનિકો ચોંકી ઉઠ્યાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તત્કાલિક આવી ઈજાગ્રસ્ત કાર ચાલકને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન અને ગુજરાત બોર્ડર પરથી દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. તેમ છતાં આ દારૂ ભરેલી ગાડી ક્યાંથી નીકળી એક મોટો પ્રશ્ન છે. જોકે પાલનપુર તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.