પાટણમાં સૌ પ્રથમ વાર ઉડાન વિધાલય અને ચિલ્ડ્રન પાકૅ ના સંયુક્ત ઉપક્રમે રામાયણના 36 પ્રસંગો રજુ કરાશે..

Views 113

હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા અને આજની યુવા પેઢી મોબાઈલ યુગમાંથી બહાર નીકળી આપણી હિન્દુ સંસ્કૃતિને અનુસરે તેવા શુભ આશયથી પાટણ શહેરના આંગણે સૌપ્રથમવાર ન ભૂતો ન ભવિષ્ય બની રહે તેવું રામાયણ ના વિવિધ 36 જેટલા પ્રસંગોને લઈને પાટણ શહેરની શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતી ઉડાન વિદ્યાલય અને ચિલ્ડ્રન પાર્ક શાળા પરિવાર દ્વારા શહેરના ખાડિયા ગ્રાઉન્ડમાં તારીખ 25 અને 26 ફેબ્રુઆરી એટલે કે શનિવાર અને રવિવારના શુભ દિવસે સાંજના પાંચ કલાકથી રાત્રિના દસ વાગ્યા સુધી શાળાના 1500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોય જે કાર્યક્રમની રૂપરેખા આપવા શુક્રવારના રોજ ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલ ઉડાન વિદ્યાલય ખાતે કાર્યકર્મના આયોજક કેતનભાઇ બારોટ અને તેમની ટીમ દ્વારા પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો ની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ હતું.
પાટણ શહેરના ખાડીયા ગ્રાઉન્ડ ખાતે સૌપ્રથમવાર આયોજિત કરાયેલા રામાયણના આબેહૂબ દ્રશ્યો સાથે કુલ 36 જેટલા પ્રસંગો ઉજવવામાં આવશે જેમા રામ જન્મ, સીતા સ્વયંવર, રામ વનવાસ, લંકા દહન, રામ રાવણ યુદ્ધ, સીતામાતા ની અગ્નિ પરિક્ષા જેવા વિવિધ પ્રસંગો બાળકો દ્રારા આબેહુબ રજૂ કરાશે સાથે સાથે રામ-રાવણ ના સંવાદો અને તેમના પહેરવેશ માં આવનાર શ્રોતાઓ સેલ્ફી લઈ શકે તે માટે સુંદર સેલ્ફી પોઈન્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાની સાથે ધનુષ્ય ભંગ અને દશ માથા વાળા રાવણ ની નાભી છેદ કરનાર ને પ્રોત્સાહન ઈનામ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી તેઓએ આપી હતી. તો કાર્યક્રમ નો પ્રવેશદ્રાર પણ હનુમાનજી ના મુખ આકારનું બનાવવામાં આવ્યું છે.તો છ ફુટનો રામાયણ ગ્રંથ પણ આકષૅણ નું કેન્દ્ર બની રહેશે.
ઉડાન વિધાલય અને ચિલ્ડ્રન પાકૅ શાળા દ્રારા આયોજીત આ કાર્યક્રમમાં શાળાના 1500 વિધાર્થીઓ છેલ્લા દોઢ માસથી સખત મહેનત કરી રામાયણના 36 પ્રસંગો તૈયાર કયૉ છે તો શાળાના તમામ સ્ટાફ દ્વારા પણ ખુબજ જહેમત ઉઠાવી હોય ખાસ આ ધાર્મિક કાર્યક્રમમાં બાળકો અને સિનિયર સિટિઝનો સાથે પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજની યુવા પેઢી ને રામાયણ ના સંસ્કારો નું સિચન કરવાના શુભ ઉદેશ માટે આયોજીત પ્રસંગની શોભા વધારે તેવી આયોજકો દ્રારા આશા વ્યકત કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *