3D ટેકનોલોજીના કારણે ઓપરેશન સરળ બનશે
ઘૂંટણ અને થાપા પ્રત્યારોપણમાં મહત્ત્વપૂર્ણ અને દુનિયામાં સૌથી વ્યાપક રીતે અપનાવવામાં આવતી USFDA માન્ય MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ ટેકનોલોજી મેળવનાર અમદાવાદ ગુજરાતનું પ્રથમ શહેર બન્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ MAKO સિસ્ટમ સેવિયર હોસ્પિટલમાં ગોઠવવામાં આવી છે. MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરી સિસ્ટમથી સર્જનો વધુ અચૂકતા સાથે વધુ ઉત્તમ ચિકિત્સકીય પરિણામો પ્રદાન કરી શકે છે.
દરેક દર્દીના હાડકાની રચના અલગ હોય છે
સ્ટ્રાઈકર ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડાયરેક્ટર મીનાક્ષી નેવતિયાએ જણાવ્યું હતું કે દર્દીનાં પરિણામ સુધારવા અને આરોગ્ય સંભાળને બહેતર બનાવવાના નવા ઈનોવેશન્સ લાવવાના અમારો સામાન્ય ધ્યેય અત્યંત વિશેષ હોસ્પિટલ સાથે અમારી ભાગીદારીને બહેતર બનાવે છે. દરેક દર્દીના હાડકાની રચના અલગ હોય છે અને આર્થ્રાઈટિસ રોગી સાંધાને વધુ નબળા બનાવી શકે છે. ઘૂંટણ અને થાપાની સર્જરીના કિસ્સામાં MAKO સિસ્ટમનું સોફ્ટવેર દર્દીના CT SCANને આધારે રોગી સાંધાનું 3D મોડેલ નિર્માણ કરવામાં મદદ કરે છે.
આ ટેકનોલોજી સર્જનને વધુ સક્ષમ બનાવશે
સેવિયર હોસ્પિટલના જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિભાગના હેડ ડો. એચ પી ભાલોડિયાએ જણાવ્યું કે MAKO રોબોટિક આર્મ- આસિસ્ટેડ સર્જરીમાં અચૂક બોન કટ્સ માટે સૌપ્રથમ વર્ચ્યુઅલ 3D મોડેલ પર અને ત્યાર પછી ઓપરેશન થિયેટરમાં એમ દરેક વખતે સર્જનને વધુ સક્ષમ કરે છે. MAKO સાથે અમે અમારા દર્દીઓ વિશે અગાઉ કરતાં વધુ જાણી શકીએ છીએ અને ઓછા કટ કરવા પડે છે. અમુક દર્દીઓ માટે મુલાયમ ટિશ્યુને ઓછી હાનિ થાય છે.
ઓપરેશન બાદ દર્દીની પીડામાં ઘટાડો થશે
સેવિયર હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો. ઋષય ભાલોડિયાએ ઉમેર્યું હતું કે પારંપરિક ની રિપ્લેસમેન્ટ સર્જરીઓએ છેલ્લા લગભગ ત્રણ દાયકામાં અસરકારક રીતે દર્દીઓના જીવનમાં સુધારણા લાવી દીધી છે ત્યારે MAKO સિસ્ટમ અમારી અચૂકતાને નોંધપાત્ર રીતે બહેતર બનાવશે. ચિકિત્સકીય સાહિત્ય દ્વારા સૂચિત અનુસાર અને આ ટેકનોલોજી સાથે અમારા આરંભિક અનુભવો અનુસાર અમને અચૂક નિયોજન અને બોન કટ્સ, હાડકા અને મુલાયમ ટિશ્યુનું વધુ સંવર્ધન, સર્જરી પછી ઓછી પીડા, ઝડપી રિકવરી, ઝડપી ડિસ્ચાર્જ અને લોહી ઓછું વહેવું જેવા ભરપૂર લાભો દર્દીઓમાં જોયા છે.