નંદાસણ ગામે શાક લેવા જતા યુવક ઉપર લોખંડના હથોડો અને પાઇપ વડે હુમલો; યુવકના ગળામાં પહેરેલો સોનાનો દોરો લઈ ત્રણ ઈસમો ફરાર

Views 52

કડી તાલુકાના નંદાસણ ગામે હોટલમાં શાક લેવા જઈ રહેલા યુવક ઉપર ત્રણ ઈસમો આવી પહોંચ્યા હતા અને ધારિયા, પાઇપ અને લોખંડના હથોડા વડે હુમલો કરી યુવકને ઇજાઓ પહોંચાડી હતી. તેમજ યુવકના ગળામાં પહેરેલા સોનાનો દોરો જૂંટવી ત્રણેય ઈસમો ફરાર થઈ જતા નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કડી તાલુકાના નંદાસણ ગામે રહેતો ઉસામા સૈયદ કે પોતે નંદાસણમાં જ રહે છે અને શાકભાજીનો વ્યવસાય કરે છે અને પોતાના પરિવારનું તેમ જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. જ્યારે તેને જમવા માટે નંદાસણ ખાતે આવેલી સ્કાયવે હોટલમાં શાક લેવા જઈ રહ્યો હતો. જે દરમિયાન ત્રણ ઈસમો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં યુવકે અપશબ્દો બોલવાની ના પાડતા ત્રણેય ઈસમોએ હુમલો કરતા યુવકને ઇજાઓ પહોંચી હતી. જ્યાં યુવકના ગળામાં પહેરેલો સોનાનો દોરો રૂપિયા 60,000નો લૂંટી ફરાર થઈ ગયા હતા. જ્યાં યુવકને ઇજા પહોંચતા બુમાબૂમ કરતા આજુબાજુના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને યુવકને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંઘી કાર્યવાહી કરી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *