ધો.૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોનું પરિણામ તા.૧૭મી મે રોજ સવારે ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે

Views 63

ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.
સુરત:શનિવાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા, ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોનું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૦, રવિવારના રોજ સવારના ૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન પ્રસિધ્ધ કરવામાં આવશે. જેની વાલીઓ/વિદ્યાર્થીઓ/આચાર્યશ્રીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી. વધુમાં ધોરણ-૧૨, વિજ્ઞાન પ્રવાહ માર્ચ, ૨૦૨૦ ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે, તથા ગુણચકાસણી/દફતર ચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા વગેરેની સુચનાઓનો પત્ર અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવા નાયબ નિયામક (પરીક્ષા), ગુ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *