દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓએ પોતાની ચાર માગોને લઇને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Views 128

બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો પોતાના હક માટેની માંગોને લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા જોકે છેલ્લા 5 વર્ષથી સરકાર સમક્ષ માંગ મૂકવા છતાં સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા આખરે રોસે ભરાયેલા આદિવાસી સમાજે આ અંતિમ આવેદન જિલ્લા કલેકટરને આપ્યું છે અને જો હવે માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આદિવાસી સમાજ રોડ ઉપર ઉતરી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ દાંતા અને અમીરગઢ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.તે વચ્ચે 5 વર્ષ અગાઉ આદિવાસી સમાજ દ્વારા પોતાના હક માટેની સરકાર પાસે 4 જેટલી માંગો કરી હતી પરંતુ સરકાર દ્વારા આજદિન સુધી તેમની એકપણ માંગ ન સ્વીકારતા આખરે આદિવાસી સમાજ રોસે ભરાયો છે અને રોશે ભરાયેલા આદિવાસી સમાજના લોકો આજે પાલનપુર ખાતે આવેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આદિવાસી સમાજના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તેમની -વન અધિકાર 2006 મુજબ હક આપવામાં આવે,- વન અધિકાર મુજબ જંગલની જે પેન્ડિંગ અપીલો કલેક્ટરમાં દાખલ છે તેનો યોગ્ય નિકાલ આવે,અને આદિવાસી વિસ્તારમાં લાઈટ કનેકશન આપવાની માંગોનો નિકાલ આવે તેવી રજૂઆત કરી છે અને જો આગામી દિવસોમાં આ માંગોનો સ્વીકાર નહીં થાય તો આદિવાસી સમાજ દ્વારા રસ્તા પર ઉતરી ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *