તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ -કાલોલ દ્વારા સરકારને જુની પેન્શન યોજના પુનઃ લાગુ કરાવવા અને અન્ય પ્રશ્નો સંદર્ભે ધરણાં કરી આવેદનપત્ર આપવામાં આવ્યું.

Views 54

બ્યુરો રિપોર્ટ – ભાવિનભાઈ પરમાર કાલોલ પંચમહાલ
તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ -કાલોલ દ્વારા જુની પેન્શન યોજના ચાલુ કરવા અને અન્ય પ્રશ્નો સંદર્ભે મામલતદાર કચેરી બહાર આજરોજ ૧૧:૦૦ થી ૧૬:૦૦ કલાક દરમ્યાન ધરણા કરી ટી.પી.ઈ.ઓ કાલોલ ને આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે કન્વીનર રમેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય પ્રા.શિ.સંઘ દ્વારા જુની પેન્શન યોજના ફરીથી તાત્કાલિક ચાલુ કરવી, સાતમા પગાર પંચના લાભો સમગ્ર દેશમાં સમાનરૂપે આપવા, જુદા જુદા નામથી રાજ્યોમાં ફરજ બજાવતા કરાર આધારિત શિક્ષકોને નિયમિત કરવાની ખાતરી તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શિક્ષક વિરોધી જોગવાઈઓ દુર કરવાની મુખ્ય માંગણી કરાઇ હતી.
ગુજરાત રાજ્ય પ્રા.શિ.સંઘ દ્વારા એસપીએલ રજા બાબતે નિર્ણય થવા, તા.27 એપ્રિલ-2021 પહેલાં ભરતી થયેલ શિક્ષકોને નિવૃત્તિ સામે કાયમીના આદેશ થવા, દસ વર્ષના બોન્ડમાં ભરતી થયેલા શિક્ષકોની બોન્ડની મર્યાદા ઘટાડવા, એચ.ટાટ તથા પ્રાથમિક શિક્ષકોના મહેકમના સેટઅપની સંખ્યા સુધારવી, બદલીના નવા નિયમો ઝડપથી બહાર પાડવા તથા કોરોનાના કારણે સીસીસી પરીક્ષા લેવાયેલ ન હોય તો 31 ડિસેમ્બર-2020 પછી મુદતમાં વધારો કરવા બાબતે માંગણીઓ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા સંઘના મહામંત્રી કિરીટભાઈ પટેલ તાલુકા સંઘના પ્રમુખ ભાવિકભાઈ પટેલ રાજ્ય પ્રતિનિધી ગૌરાંગ જોશી, મંત્રી રમણભાઈ રાઠોડ, તાલુકા ઘટક સંઘના કારોબારી સભ્યો અને પગાર કેન્દ્રના શિક્ષક ભાઈઓ,બહેનો તેમજ નવી વર્ધિત પેન્શન યોજનાના અસરગ્રસ્ત શિક્ષક ભાઈઓ અને બહેનોકે જેઓ જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરાવવા અને અન્ય પ્રશ્નો સંદર્ભે મોટી સંખ્યામાં આંદોલનના ભાગરૂપે ધરણાં કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *