તલોદના મોહનપુર અને પુંસરીમાં ચાર દુકાનના તાળા તૂટ્યા; ફોજીવાડા અને કાકરોલમાંથી બે બાઈકો ચોરાઈ

Views 62

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં તલોદના મોહનપુર અને પુંસરીમાં ચાર દુકાનમાં ચોરીના બનાવો નોંધાયા છે. તો ફોજીવાડા બાઈક કાકરોલમાંથી બે બાઈકની ચોરી થતા તલોદ અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. તો તમામ ચોરીના બનાવો 22 ફેબ્રુઆરીની રાત્રે બન્યા હતા અને 23 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, તલોદના મોહનપુરમાં 22મી ફેબ્રુઆરીની રાત્રીના સમયે તસ્કરોએ ત્રાટકી ડાભી ફળિયામાં રહેતા રાહુલ ડાહ્યાભાઈ પ્રજાપતિના બાપા સીતારામ પ્રોવિઝન સ્ટોર્સની દુકાનનું તાળું તોડી રોકડા રૂ. 6600 અને તેની પાસે આવેલા વિનોદ પોપટભાઈ વણકરની મહાકાળી પાન પાર્લરની દુકાનનું તાળું તોડી રૂ. 3 હજાર મળી, કુલ રૂ. 9,600ની મત્તાની ચોરી થઇ હતી.

તો બીજી ચોરીનો બનાવ દેશના પ્રથમ આદર્શ ગામ તલોદના પુંસરીમાં 22મી ફેબ્રુઆરીની રાત્રે દરજીવાસ ફળિયામાં રહેતા નંદુ રમેશભાઈ શર્માના ગામમાં આવેલા અમુલ પાર્લરની દુકાનનું તાળું તોડી રોકડા રૂ. 30 હજાર તથા નજીક ઘનશ્યામ જોશીની કરીયાણાની દુકાનનું તાળું તોડી રોકડા રૂ. 35 હજાર અને ચવાણા, બિસ્કીટના પેકેટ રૂ. 1500ની કિંમતના મળી કુલ રૂ. 66,500ની મત્તાની ચોરી થઇ હતી.

તો તલોદના ફોજીવાડામાં રહેતા નરેન્દ્ર રમેશભાઈ પટેલના ઘરની બાજુમાં ગોડાઉનમાં પાર્ક કરેલી યામાહા કંપનીનું મોટરસાઈકલ રૂ. 20 હજારની ચોરી થઇ હતી. તો હિંમતનગરના કાકરોલમાં નાનાવાસમાં રહેતા જયદીપસિંહ કનુસિંહ પરમારના ઘર આગળ પાર્ક કરેલી પલ્સર બાઈક રૂ. 45 હજારની ચોરી થઇ હતી. આ તમામ ચોરી અંગે તલોદ અને હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *