ડીસાના નાની આખોલ ગામે પાર્લરમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસે દારૂ વેચનારા 2 ફરાર શખ્સો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

Views 120

ડીસા તાલુકાના નાની આખોલ ગામે પાર્લર અને નાસ્તા હાઉસમાં વિદેશી દારૂ ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. બાતમીના આધારે બનાસકાંઠા LCB પોલીસે રેડ કરતા પાર્લર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી 82 હજારના દારૂ સહિત બે શખ્સોની અટકાયત કરી ડીસા તાલુકા પોલીસને સોંપ્યા છે.

બનાસકાંઠા LCB પોલીસને ડીસા તાલુકાના નાની આખોલ ગામે પાર્લર એન્ડ નાસ્તા હાઉસમાં વિદેશી દારૂ વેચાતો હોવાની વાતની મળતા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સુચનાથી એલસીબીની ટીમે નાની આખોલ ગામે રેડ કરી હતી. જે દરમિયાન પાર્લર એન્ડ નાસ્તા હાઉસ માંથી તેમજ પાર્લરના આજુબાજુના વિસ્તારમાંથી પોલીસને કુલ 82,735ની કિંમતની દારૂ અને બિયરની 829 બોટલ મળી આવી હતી. આ દારૂનો જથ્થો પાર્લરના માલિક જામતુભા પરમાર અને રમેશ માળીનો હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે રેડ કરી ત્યારે બંને આરોપીઓ સ્થળ પર હાજર મળ્યા ન હતા. જેથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી બંને સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *