જૂનાગઢમાં કચરાના નિકાલ માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો

Views 119

શહેરમાં એકઠા થયેલા કચરામાંથી ખાતર બને છે

ખાતર બનાવીને ખેડૂતોને વિનામૂલ્યે અપાય છે.

જૂનાગઢ મહાનગર વિસ્તારમાંથી એકઠા થયેલા કચરાના નિકાલ માટે અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં સ્વચ્છ ભારત અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શિવ નગર ઉપર ડમ્પીંગ સાઈટ પર ચાર લાખ મીટર જેટલો કચરો પડ્યો છે. આ કચરાના નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા ખાતર બનાવતી કંપનીનો કોન્ટેક્ટ કરાવવામાં આવ્યો છે. અને આ ઘન કચરામાંથી ખાતર બનાવવાનું અને પ્લાસ્ટિકના જે પદાર્થ નીકળે છે તેને સોલાર બનાવતી એજન્સીને આપવામાં આવી રહ્યાં છે.
મહાનગરપાલિકા વધુ એકદમ આગળ વધી
હાલ બે લાખ મેટ્રિક ટન જેટલા ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. અને જે કચરો એકઠો થયો છે તેમાંથી ખાતર બનાવીને ખેડૂતોને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. તેમજ કચરામાંથી પ્લાસ્ટિક તેમજ પથ્થરને અલગ કરી તેને સોલર ઉત્પન્ન કરતી એજન્સીને આ કચરો આપવામાં આવી રહ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા વધુ એકદમ આગળ વધી રહી છે.

સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે
આમ પ્રથમ સીએનજી બનાવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકા રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે. ત્યારે હવે કચરા નિકાલ માટે ખાતર બનાવીને ખેડૂતોને ઉપયોગી ખાતર વિનામૂલ્યે આપવામાં આવી રહ્યું છે. તેમજ જૂનાગઢના ઇવનગર ખાતે કાર્યરત થયેલો બાયોમિથેનેશન પ્લાન્ટમાંથી જૂનાગઢ મનપા શહેરના ભીના કચરામાંથી સીએનજી ઉત્પન્ન કરવા સાથે તેનો સીટી બસમાં ઉપયોગ કરી કાર્બન ક્રેડિટનું સર્જન કરશે. અને તેના થકી વર્ષે 20 લાખ 25 હજારની કમાણી કરશે.
15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
તાજેતરમાં જૂનાગઢના ઇવનગર ખાતે મનપા દ્વારા રૂ. 4.69 કરોડના ખર્ચે તૈયાર થયેલા 15 મેટ્રિક ટનની ક્ષમતાના બાયો મિથેનેશન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મળેલી ગ્રાન્ટનામાંથી જૂનાગઢે રાજ્યમાં આ પહેલ કરી છે. આ સાથે તે કાર્બન ક્રેડિટની કમાણી કરનાર તે ગુજરાતની પ્રથમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા બની ગઇ છે.

પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે
શહેરમાંથી રોજ 130 ટન કચરો હોટલ, રેસ્ટોરન્ટ, વાણિજ્યિક સંકુલો અને રહેણાંક વિસ્તારમાંથી એકઠો થાય છે. એ પૈકી 50 ટન કચરો ભીનો હોય છે. આ ભીના કચરામાં રસોડાનો એંઠવાડ, શાકભાજીનો અને બીજો ભીનો કચરો સામેલ હોય છે. હવે આ પ્લાન્ટ થકી રોજ 500 કિલો બાયો સીએનજી અને 1 ટન ખાતરનું ઉત્પાદન થશે. વળી કાર્બન ક્રેડિટ થકી જે કમાણી થશે એ જુદી. જૂનાગઢ મનપાને આ પ્લાન્ટ થકી યુનિવર્સલ કાર્બન રજીસ્ટ્રીની મંજૂરી મળી ગઇ છે. જે તેને ખુલ્લા બજારમાં વેચશે. આ પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ગ્રામ વિકાસ ટ્રસ્ટ નામની સંસ્થાને સોંપાઇ છે. જે 5 વર્ષ સુધી પ્લાન્ટનું સંચાલન કરશે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *