છરીની અણીએ બળાત્કાર તેમજ લૂંટના આરોપીને બનાસકાંઠા LCBએ ઝડપી પાડ્યો

Views 100

છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ બળાત્કાર તેમજ ભોગબનનારને છરી બતાવી બળજબરી પૂર્વક સોના ચાંદીના દાગીના કઢાવી ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના દિવસોમાં બનાસકાંઠા એલ સી બી પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 2 લાખ 84 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ઈસમ ને છાપી પોલીસ ને સોંપી આગળ ની તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ જે.આર.મોથલીયા તેમજ અક્ષય રાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર નાઓએ છાપી પોલીસ સ્ટેશન ખાતે બનેલ બળાત્કાર તેમજ ભોગબનનારને છરી બતાવી બળજબરી પુર્વક સોના ચાંદીના દાગીના કઢાવી નાખેલના ગુનાને શોધી કાઢવા માટે આપેલ સુચના તેમજ માર્ગદર્શન મુજબ એલ.સી.બી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.ધોબી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી.ભટ્ટ તથા પી.એલ.આહીર તથા એચ.કે.દરજી નાઓની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટાફના માણસો સાથે પોતાના ભરોસાના બાતમીદારો મારફતે છાપી પોલીસ સ્ટેશન ખાતે બનેલ ઉપરોક્ત ગુનાના આરોપીને પકડવા સારૂ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે પાલનપુર એરોમા સર્કલ પાસેથી આરોપીને ઝડપી લઇ તેની પાસેથી સોનાના દાગીના જેની કિંમત 2 લાખ 68 હજાર 60 રૂપિયા તેમજ ચાંદીના દાગીના ની કિંમત 6630 રૂપિયા સહીત કુલ 2 લાખ 84 હજાર 690 રૂપિયાનો મુદ્દામાલ CRPC કલમ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી છાપી પોલીસે હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *