ચિલીના રણમાં દર વર્ષે ફેંકાતા 39,000 ટન કપડાંનો પહાડ 

Views 144

ચિલીના રણનો વધુ એક પર્વત આજકાલ ચર્ચામાં

આ રણમાં ફેંકી દેવાયેલા કપડાંનો પર્વત ઊભો થયો છે

રણમાં દર વર્ષે 39,000 ટન કપડાંનો ઢગ ઉમેરાય છે.

સાઉથ અમેરિકન દેશ ચિલીના રણનો વધુ એક પર્વત આજકાલ ચર્ચામાં છે, જે બીજાથી અલગ છે. વિશ્વના સૌથી સૂકા રણ તરીકે જાણીતા આ રણમાં ફેંકી દેવાયેલા કપડાંનો પર્વત ઊભો થયો છે, જેમાં ક્રિસમસ સ્વેટર્સથી લઇને સ્કી બૂટનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે લાંબા ગાળાથી ચીન અને બાંગ્લાદેશમાં બનેલા અને યુરોપઅમેરિકામાંથી પસાર થઇને આવેલા સેકંડહેન્ડ અને વણવેચાયેલા કપડાંનું હબ છે. આ કપડાં લેટિન અમેરિકાની આસપાસ વેચાય છે. દર વર્ષે આ દેશમાં 59,000 ટન કપડાં ઠલવાય છે
પણ વેચાણ બાદ ઓછામાં ઓછા 39,000 ટન કપડાં વેચાતા નથી અને તેણે રણની કચરાપેટીમાં ફેંકી દેવાય છે. આમ આ રણમાં દર વર્ષે 39,000 ટન કપડાંનો ઢગ ઉમેરાય છે અને નિષ્ણાતો અનુસાર આ પર્વત પણ ફેંકી દેવાયેલા પ્લાસ્ટિક જેટલો જ ઝેરી અને ખતરનાક છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *