ચિરણ મિત્ર મંડળ નામની લકી ડ્રો ની પોંજી સ્કીમનો પર્દાફાસ કરી બે આરોપીની ધરપકડ કરતી આર્થિક ગુન્હા નિવા૨ણ શાખા , ક્રાઇમ બ્રાન્ચ , અમદાવાદ શહેર

Views 53

અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની જાળવણી તથા મિલકત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા શોધી કાઢવા સારુ અધિક પોલીસ કમિશ્નર શ્રી પ્રેમ વીર સીંગ સાહેબ, નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર . મંડલીક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી .એસ.પંડ્યા સાહેબની નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર્થિક ગુન્હા નિવારણ શાખાના લીસ ઇન્સ્પેકટર , એસ.એમ.પટેલ નાઓ તથા સ્કોડના માણસોએ પોંજી સ્કીમ શોધી કાઢી બે રોપી અટક કરેલ છે.
અમદાવાદ શહેરમાં બહેરામપુરા ગૌતમનગર ચાર રસ્તા પાસે અનમોલ કોમ્પ્લેક્ષમાં નંદ એન્ટરપ્રાઇઝ નામની ઓફીસ તથા કુબેરનગર આઝાદ મેદાન શિવ મંદીરની બાજુમાં આવેલ ફીસ તથા ઉમા હોસ્પિટલની નીચે પગાર સ્કુલની પાછળ નિકોલ નરોડા રોડ ખાતેની ઓફીસ તે આરોપીઓ ઓફીસ ચલાવતા હતા.
મહેશભાઇ પરમાનંદ ભદ્રા
( કાઠીયાવાડી ) નાઓ દ્રારા અનમોલ કોમ્પ્લેક્ષમાં ચિરાગ મિત્ર મંડળ નામની બે નવી સ્કિમ શરૂ કરવામાં આવેલ હતી. જેમાં એક સ્કિમમાં સભ્ય થનાર વ્યક્તિને સ્કીમમાં રૂ .૨,૦૦૦ / – ના કુલ -૩૨ હપ્તા ભરવાના થશે અને દર માસની ૧૬ મી તારીખે લક્કી ડ્રોમાં ઇનામ આપવામાં આવશે , પ્રથમ માસે ઇનામ લાગનાર વ્યક્તિને રૂ .૧,૫૦,૦૦૦ / – ની રકમ ઇનામ પેટે આપવામાં આવશે , તેમજ આ રીતે દર માસે ઇનામની રકમમાં માસિક રૂપિયા ૫૦,૦૦૦ / – નો વધારો કરવામાં આવશે તથા આગળ પાછળના સભ્યોને ૧૦૦-૧૦૦ ગ્રામ ચાંદીના બિસ્કીટ ઉત્સાહીત ઇનામ રૂપે આપવામાં આવશે
જે વ્યક્તિને ઇનામ લાગે તે વ્યક્તિને માસિક રૂપિયા ૩૦૦ / – ભરવાના બંધ થઇ જશે અને તેનું સભ્ય પદ રદ્દ થઇ જશે . આ સ્કિમમાં સભ્ય સંખ્યા ૦૦ સુધીની રાખવાની લીમીટ રાખવામાં આવેલ હતી . આ સ્કિમમાં ૩૨ હપ્તા પુર્ણ થયા બાદ જે વ્યક્તિઓને ઇનામ ના લાગે તેને રૂપિયા ૬,૦૦૦ / – ની રકમ ઉમેરી કુલ રૂપિયા ૭૦,૦૦૦ / – ની સ્કિમ પુર્ણ થયેથી ચુકવવામાં આવશે .જે વિગત તેમના કાર્ડમાં છાપીને આપતા હતા . તેમજ એક ડબલની સ્કિમ તા .૧૦ / ૦૩ / ૨૦૧૯ ના રોજ શરૂ કરવામાં આવેલ , જેમાં ૧-૬૦ સભ્યો રાખેલ હતા . જેમાં દરેક સભ્યોએ રૂ .૧,૦૦,૦૦૦ / – ની રકમ ચેકથી આનંદ ચનાન્સમાં એડવાન્સમાં ભરવાની હતી . આ ૬૦ સભ્યોનો એક જ દિવસે ડ્રો કરી સ્કિમ ચાલુ કર્યાના એક માસ બાદ લક્કી ડ્રોમાં ૧ થી ૬૦ નંબર ખુલે તે રીતે રૂ .૨,૦૦,૦૦૦ / – રકમ પરત ચુકવવાની હતી .
આનંદ ફાયનાન્સ તરફથી ડ્રો ના દિવસે જ તમામ સભ્યોને રૂ .૨,૦૦,૦૦૦ / – ના ચેકો તારીખ પ્રમાણે એડવાન્સમાં આપી દેવાના હતા , તે મુજબની બે નવી સ્કિમો મુકેલ અને તેમાં તે પ્રથમ જણાવેલ સ્કિમમાં જે સભ્ય લાવશે તે એન્જટને તેના સભ્યના સભ્ય ફીના પૈસા ઉઘરાવી લાવવાના રહેશે અને તે બદલ સભ્ય દીઠ એજન્ટને માસીક રૂપિયા ૧૦૦ / – કમીશન ચુકવવામાં આવશે . તેમજ જે વ્યક્તિ રૂપિયા ૧૦૦ / – વધારે ભરશે તે સભ્યનું મૃત્યુ થશે તો તે સભ્યના પરિવારને રૂપિયા ૩,૦૦,૦૦૦ / – નો વિમો ચુકવવામાં આવશે , તે મુજબની એક સ્કીમ તા .૧૬ / ૦૯ / ૧૮ થી ચાલુ કરેલ , આ બનાવ બાબતે ફેનીલભાઈ અનિલભાઈ રાઠોડ નાઓએ ફરિયાદ આપેલ છે.
પ્રથમ સ્કીમ પૈકી ફરીયાદી તથા અન્ય એજન્ટો મારફતે કુલ ૪૭૫ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૨,૭૮,૧૦,૦૦૦ / – ની રકમ ઉઘરાવેલ , તેમજ આરોપી મહેશ ભદ્રાએ બાકીના ૨૫૨૫ સભ્યો પોતાના હોવાનુ જણાવી દર માસે ૩૦૦૦ સિક્કા રાખી ડ્રો કરેલ , તે પૈકી ફક્ત એજન્ટે બનાવેલ એક સભ્યને રૂપિયા ૧૦,૦૦,૦૦૦ / – ઇનામ પેટે ચુકવી તેમજ રૂપિયા ૧૦,૫૯,૦૦૦ / – ની રકમ સભ્યોને કમિશન પેટે ચુકવી બાકીની રૂપિયા ૨,૫૭,૫૧,૦૦૦ / – ની રકમ આરોપીઓએ પોતાની પાસે રાખી લઇ , તેમજ બીજી સ્કીમમાં કુલ ૬૦ સભ્યો પાસેથી રૂપિયા ૬૦,૦૦,૦૦૦ / – ઉઘરાવી તે પૈકી ૧ થી ૨૫ નંબરના સભ્યોને માસિક રૂપિયા ૨,૦૦,૦૦૦ / લેખે ઇનામી રકમ ચુકવી બાકીના ૩૫ સભ્યોને કોઇ રકમ નહી ચુકવી તેઓની ૩૫,૦૦,૦૦૦ / રકમ આરોપીઓએ રાખી લઇ બન્ને સ્કિમોના મળી કુલ રૂપિયા ૨,૯૨,૫૧,૦૦૦ / – ની રકમ સભ્યોને નહી ચુકવી સભ્યો તથા એજન્ટો સાથે વિશ્વાસઘાત અને છેતરપીન્ડી કરી ગુન્હો આચરેલ છે. 1 જે ગુન્હાની તપાસ કરતાં આરોપી ( ૧ ) ચિરાગ મહેશભાઇ ભદ્રા ( કચ્છી સિંધી ) ૨૯ રહે – બી / ૦૦૧ , શ્રી હરી સ્ટેટસ , મધુવન ગ્લોરીની પાસે , એસ.આર.પી.ગ્રાઉન્ડની પાછળ નવા નરોડા અમદાવાદ મુળ વતન- “ લક્ષ્મી નિવાસ ” બક્ષી શેરી , ગ્રીન ચોક પાસે , મોરબી નાને તા .૧૭ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૨૦/૩૦ વાગે અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીના તા .૨૧ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૫/૩૦ સુધીના રિમાન્ડ મેળવેલ છે તથા ( ૨ ) મમતાબેન ડો / ઓ મહેશભાઇ પરમાનંદભાઇ ભદ્રા ( કચ્છી સિંધી ) ઉ.વ .૨૪ રહે – બી / ૦૦૧ , શ્રી હરી સ્ટેટસ , મધુવન ગ્લોરીની પાસે , એસ.આર.પી.ગ્રાઉન્ડની પાછળ નવા નરોડા અમદાવાદ મુળ વતન “ લક્ષ્મી નિવાસ ” બક્ષી શેરી , ગ્રીન ચોક પાસે , મોરબી નાઓને તા .૧૮ / ૦૧ / ૨૦૨૨ ના કલાક ૧૭/૫૦ વાગે અટક કરેલ છે . આ કામે મુખ્ય સુત્રધાર મહેશભાઈ પરમાનંદભાઈ ભદ્રા નાઓની ધરપકડ કરવા સારૂ તેની શોધખોળ ચાલું છે , આ બાબતના ગ્રાહકો / ભોગબનનાર નાઓને આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરવા નોંધ લેવા માટે જણાવ્યું હતું.
HBN TV NEWS 
આવાજ હિન્દુસ્તાન કી 
હર હંમેશ સત્ય ની સાથે 
ક્રાઈમ  રિપોર્ટર જગદીશ સોલંકી

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *