ચાર વર્ષની બાળકીને ઓરીના ચેપ બાદ બન્ને ફેફસામાં ન્યુમોનિયાની અસર દેખાઈ, બનાસ સિવિલમાં તબીબોએ સફળ સારવાર કરી

Views 119

પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં રેહતી 4 વર્ષીય કિશોરીને તાવ, શરદી, ખાંસી તેમજ શ્વાસ લેવામાં તકલીફ અને કાનમાંથી પરુ નીકળતું હોવાને લીધે ગત 9 જાન્યુઆરીના રોજ બનાસ જનરલ સીવીલ હોસ્પિટલ પાલનપુરના પીડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં બાળકને દસ દિવસ અગાઉ ઓરીનો ચેપ થયો હોવાનું માલુમ પડયું હતું, તાવ તેમજ શ્વાસોશ્વાસ લેવામાં તકલીફના લીધે બાળકને દાખલ કરી લોહીનો રીપોર્ટ તેમજ એક્સરે દ્વારા માલુમ પડ્યું હતું કે, બાળકને લોહીમાં ચેપ થયો હતો અને બન્ને બાજુના ફેફસામાં ન્યુમોનિયા અસર સાથે સાથે બાળક સેપ્ટીક શોકમાં જતું રહ્યું હતું.
સેપ્ટિક શોકમાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી
જેના લીધે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલ જોષીના માર્ગદર્શન હેઠળ બાળરોગ નિષ્ણાંત ડોક્ટર અજીત વાસ્તવ, ડો ભાવિ શાહ, ડો વર્ષા પટેલ, દ્વારા બાળકની ગંભીર સ્થિતિના કારણે સીપેપ મશીન દ્વારા બાળકને ઓક્સિજન આપવામાં આવ્યું હતું. તેમજ તબીબોની સારવાર બાદ બે દિવસના ટુંકા સમયમાં બાળકને ઓક્સિજન ઉપરથી દુર કરી એને જીવલેણ કેહવાતા સેપ્ટિક શોકમાંથી બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી.
જનરલ હોસ્પિટલમાં તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર
​​​​​​​ન્યૂમોનિયા અને કાનમાંથી નીકળતી રસીની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. બાળક સ્વસ્થ થતા આઠમાં દિવસે રજા આપવામાં આવી હતી. નવ જીવન મળતા બાળકીના માતા પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. બનાસ મેડીકલ કોલેજના આદ્યસ્થાપક શંકર ચૌધરીના અથાગ પ્રયત્નો થકી બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે. ચૌધરી માર્ગદર્શન હેઠળ બનાસ મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે તમામ વિભાગોમાં ઉત્કૃષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં વધુ આધુનિક સારવાર મળી રહે તે માટે નવા સાધનો વસાવવામાં આવી રહ્યા છે તથા ઓપરેશન થીયેટરો સુસજ્જ કરવામાં આવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *