ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે GTU પરીક્ષાની તારીખ બદલાઈ

Views 146

GTUએ પરીક્ષાની તારીખોમાં કર્યો ફેરફાર

ચૂંટણી અને પરીક્ષા વચ્ચે વાંચવાની રજાની હતી માંગ

ચૂંટણીપંચે કોલેજોને ચૂંટણી કામગીરી અંગે લીધી હોવાથી ફેરફાર

ગ્રામપંચાયતની ચૂંટણીના કારણે જીટીયુએ વિન્ટર સેમેસ્ટરની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. જીટીયુએ કેટલીક પરીક્ષા મોકૂફ રાખીને નવો કાર્યક્રમ જાહેર કર્યો છે. ચૂંટણીપંચે કોલેજોને ચૂંટણી કામગીરી અંગે લીધી હોવાથી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

GTUએ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર 

વિદ્યાર્થીઓની પણ રજૂઆત હતી કે પરીક્ષા વચ્ચે વાંચવાની રજા આપો. તેના કારણે જીટીયુએ આજે જાહેર કર્યું છે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ વિન્ટર સેમેસ્ટરની પરીક્ષા કે જે 14 અને 16થી શરૂ થતી હતી તેનું શિડયુલ બદલવામાં આવ્યું છે. બાકીની પરીક્ષા તેના નિયત સમયપત્રક મુજબ લેવાશે. વિદ્યાર્થીઓ હાલમાં ઈસ્યુ કરેલી હોલ ટિકિટથી પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવી શકશે. વધારાની કોઈ હોલ ટિકિટ ઈસ્યુ કરવામાં આવશે નહીં.
સેમેસ્ટર        જૂની તારીખ        નવી તારીખ
BE-7             તા.14-12             તા.27-12
BE-7             તા.16-12             તા.29-12
BE-5             તા.16-12             તા.1-1
BE-4             તા.27-12             તા.4-1
BE-4             તા.29-12             તા.5-1
DI-5             તા.14-12              તા.1-1
DI-5             તા.14-12              તા.1-1
DI-5             તા.16-12              તા.3-1
 

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *