ગૃહમંત્રીની રાજ્યના યુવાધનને શીખ: ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેજો

Views 152

લોકરક્ષક ભરતી બોર્ડ (LRD)દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ (Polifce)દળમાં લોકરક્ષકની ભરતી માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે.
Harsh Sanghvi
ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ આજે વહેલી સવારે સુરતના જહાંગીરપુરાના SMC ગ્રાઉન્ડ ખાતે હિંદુ તળપદા કોળી સમાજના સહયોગથી ગત દોઢ મહિનાથી લોકરક્ષક દળ અને PSIની ભરતીની તૈયારી કરતા ૪૫૦ યુવાનોની મુલાકાત લઇ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. તેમણે ઉમેદવારો (Candidates)સાથે સંવાદ સાધી પ્રોત્સાહિત પણ કર્યા હતાં.

Harsh Sanghvi એ ગુજરાત પોલીસ ભરતીને લઇને આપ્યુ મોટુ નિવેદન

આ વેળાએ વિદ્યાર્થીઓને સંબોધતા ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘રાજ્યની સુરક્ષા એ સરકારનું પ્રાથમિક ધ્યેય છે. પોલીસ ભરતી નિયમો પ્રમાણે અને પારદર્શક રીતે થશે. તેમણે રાજ્યના યુવાધનને ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને ગુજરાત પોલીસમાં ભરતી થવાના સપના છોડી દેવા અને સખ્ત મહેનત કરી લક્ષ્ય હાંસલ કરવા શીખ આપી હતી. કોઇપણ વ્યક્તિ ખોટી રીતે ગુજરાત પોલીસ (Gujarat Police)માં સામેલ થઇ શકશે નહિ એમ જણાવી તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર (State Government)ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરતો ૩૦ મિનિટનો એક શો એમ કુલ ૪ શો ટેલિકાસ્ટ કરશે. ભવિષ્યમાં સરકાર દ્વારા જ વિદ્યાર્થીઓને પોલીસ ભરતી (Police recruitment)ની તાલીમ આપવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. આ પરીક્ષા મહત્વપૂર્ણ છે, પણ એ આપણા જીવનની અંતિમ પરીક્ષા નથી, જેથી જે પણ પરિણામ આવે એ સ્વીકારીને આગળ વધવા અનુરોધ કર્યો હતો.

HBN TV NEWS

 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *