કુલ 53.19 લાખ ખેડૂતોમાંથી 42.5% ખેડૂતો દેવાદાર
નેશનલ સેમ્પલ સર્વે મુજબ 22,60,575 ખેડૂત પરિવારો દેવા હેઠળ
ભાજપશાસિત રાજ્યોમાં ખેડૂતો ઓછા દેવાદાર
ગુજરાતમાં છેલ્લી કેન્દ્રીત કૃષિ વસતી ગણતરી મુજબ 53.19 ખેડૂતો છે અને આ ખેડૂતોમાંથી નેશનલ સેમ્પલ સર્વે મુજબ 22,60,575 ખેડૂત પરિવારો દેવા હેઠળ જીવે છે, જેનું પ્રમાણ કુલ ખેડૂતોની સંખ્યામાં 42.5 ટકા જેટલું છે. છેલ્લી કેન્દ્રીય કૃષિ વસતી ગણતરી પ્રમાણે રાજ્યમાં સિમાંત ખેડૂતો 20.17 લાખ, નાના ખેડૂતો 16.15 લાખ, સેમીથી મધ્યમ સુધીના ખેડૂતો 11.50 લાખ, મધ્યમ કક્ષાના ખેડૂતો 4.95 લાખ અને મોટા ખેડૂતો 39,893 જેટલા છે. મતલબ રાજ્યમાં સિમાંત અને નાના કુલ 36.32 લાખ ખેડૂતો તો દેવા તળે છે જ અને બાકીના 5.18 લાખ ખેડૂતો સેમીથી મધ્યમ કક્ષાના દેવા હેઠળ જીવે છે.

એનએસએસનો 77મા રાઉન્ડનો 2019માં પ્રગટ થયેલો રિપોર્ટ દેશમાં દેવાદાર ખેડૂતોની સંખ્યામાં ભાજપ શાસિત રાજ્યો ગુજરાતને 14માં નંબરે અને ઉત્તરપ્રદેશને 15માં નંબરે મૂકે છે, જ્યારે બિનભાજપી શાસિત રાજ્યોમાં ખેડૂતો વધારે પડતા દેવાના બોજ હેઠળ જીવતા હોવાનું દર્શાવે છે.