ગુજરાત-રાજસ્થાન સરહદે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું, SMCની ટીમે રૂ.40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Views 117

અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે વિદેશી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશતા ટેન્કરને ઝડપી પાડ્યું હતું. પોલીસે ટેન્કરમાં સવાર બે ઈસમની અટકાયત કરી દારૂ સહિત કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સમગ્ર મામલે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

મળતી વિગતો મુજબ, બનાસકાંઠાના અમીરગઢમાં આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. આ સરહદ પર અમીરગઢ પોલીસની ચેક પોસ્ટ છે. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે એક શંકાસ્પદ ટેન્કર ગુજરાતમાં પ્રવેશવા જતા ટીમે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. ટેન્કરમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલો નંગ 16524 (રૂપિયા 28.36 લાખ) મળી હતી.
દારૂ ભરેલા ટેન્કરમાંથી બે ઈસમ પકડાયા
સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ભરેલા ટેન્કરને ગુજરાતમાં લાવનાર દેવાભાઇ ખીમજીભાઈ લોહાર અને ચંપાભાઈ પથ્થરામ (બંને રહે, જાલોર)ની ધરપકડ કરી હતી. તેમજ દારૂ સહિત ટેન્કર વગેરે મળી કુલ 40.36 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે અમીરગઢ પોસીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. ત્યારે આ મામલે અમીરગઢ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *