ગાંધીનગરના પીરોજપુર ગામમાં લોખંડના વેપારીની સાત વીઘા જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરી જમીન પચાવી પાડનાર જેઠીપુરા ગામના 23 લોકો સામે કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? અમદાવાદના શાહીબાગ વૃંદાવન કોલોનીમાં રહેતાં લોખંડનાં વેપારી અશ્વિનભાઇ જોઇતારામ પટેલના પિતાએ જે તે સમયે રેવન્યુ રેકર્ડ પર જેનું નામ ચાલતું હતું એ રમેશભાઈ પટેલ પાસેથી પીરોજપુર ગામમાં સર્વે નંબર નંબર 432 (જુનો સર્વે નં.115 પૈકી) ની જમીન 1-8572 હે.આરે.ચો.મી.ની જમીન રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરીને ખરીદી હતી. બાદમાં તા.19/12/2012 ના રોજ તેમના પિતાજીનું અવસાન થયું હતું અને આ જમીનના જમીન મહેસુલ થતાં તથા અન્ય વેરા અશ્વિનભાઇ ભરતાં હતા. આરોપીઓએ જમીન માપણી ન કરવા દીધી ત્યારે વર્ષ – 2018 માં ઉક્ત જમીનની માપણી કરાવવા જતાં લાલાજી કાળાજી ઠાકોર, અનુજી બાબુજી ઠાકોર, લસીબેન લાલાજી વાજી ઠાકોર, અરવિંદ લાલાજી ઠાકોર, રમણજી વજાજી ઠાકોર, કાન્તીજી રાજી ઠાકોર, બાબુજી વજાંજી ઠાકોર, સંકાજી વજાજી ઠાકોર, દશરથ વજાજી ઠાકોર, પ્રહલાદજી વજાજી ઠાકોર, વિષ્ણુજી લાલાજી ઠાકોર, મહેશજી લાલાજી ઠાકોર, બુધાજી ઠાકોર, જગદીશ બુધાજી ઠાકોર, શારદાબેન બુધાજી ઠાકોર, રમીલાબેન બકોરજી ઠાકોર, સોનાજી બકોરજી ઠાકોર, ભીખાજી બબાજી ઠાકોર, પોપટજી બબાજી ઠાકોર, રાઘવજી ઉર્ફે રાવજી બબાજી ઠાકોર, સાંકુબેન બબાજી ઠાકોર, મધુબેન બબાજી ઠાકોર અને મણીબેન બબાજી ઠાકોર (તમામ રહે,જેઠીપુરા) એ જમીન માપણી કરવા દીધેલ નહીં અને કહ્યું કે, અમારે આ જમીન બાબતે તકરારો ચાલે છે. આ જમીન અમારી છે જેથી કોઇ માપણી કરવાની નથી તેમ કહી ઝઘડા કરી ધમકીઓ અશ્વિન ભાઈ પટેલની આપી હતી. જેનાં પગલે અવારનવાર જમીનનો કબ્જો મેળવવા માટે પ્રયાસો કરવા છતાં ઉક્ત લોકોએ જમીન પચાવી પાડવાના ઈરાદે ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો હતો. આખરે અશ્વિનભાઈએ જમીન તકરાર સમિતિમાં ફરિયાદ કરતા તપાસના અંતે કલેક્ટરના હુકમથી ડભોડા પોલીસે 23 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.