અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ચૈતન્ય આર.મંડલીક સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તથા આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હતી.જે અનુંસધાને એન્ટી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સ્કોર્ડના પો.ઇન્સ.શ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી આઇ.એમ.ઝાલા તથા ટીમના માણસો સાથે આવા ગુન્હા શોધી કાઢવા તથા બનતા અટકાવવા સારૂ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન ટીમના ASI.જગદીશભાઇ અળવેશ્વરભાઇ, P.C.કૌશિકકુમાર કાંતિભાઇ નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, “ એક ઇસમ પોતાના કબજામાં કેટલોક ચોરીનો શક પડતો મુદ્દામાલ રાખી તેને વેચવા સારૂ ફરી રહેલ છે. હાલમાં સદરી ઇસમ અમદાવાદ શહેર આસ્ટોડિયા ઢાળની પોળના નાંકે જાહેરમાં ઉભો છે.” જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા અમદાવાદ શહેર આસ્ટોડિયા ઢાળની પોળના નાંકેથી આરોપી ઉમેશ @ ઉમલો સન/ઓફ ચુનીલાલ ઝંડાવાળા, ઉ.વ.૨૩, રહે. શીવ શક્તિ નગરના છાપરા, સરદારનગર પોલીસ સ્ટેશનની બાજુમાં સરદારનગર, અમદાવાદ શહેરનાને ચાંદીનુ કડુ કિં. રૂ. ૭,૦૦૦/ તથા મોબાઇલ ફોન નંગ-૧ કુલ્લે કિં. રૂ. ૧૦,૦૦૦/સાથે ઝડપી મુદ્દામાલ સીઆર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરવામાં આવેલ છે. જે આરોપીની પુછપરછમાં આશરે વીસેક દિવસ પહેલાં સાંતેજ સર્કલ પાસે એક ભાઇ ઉભેલ જેની સાથે સરનામા પુછવાના બહાને વાતચીત કરી, તેને રૂ ૫૦૦ ની નોટોનુ બંડલ બતાવી તેને વિશ્વાશમાં લઇ તેની પાસેથી ઉપરોકત ચાંદીનુ કડુ તથા મોબાઇલ ફોન લઇ લીધેલ હોવાની હકિકત જણાવેલ હોય. જેથી સદરી બાબતે આગળની વધુ કાર્યવાહી સારૂ ગાંધીનગર જીલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે.
HBN TV NEWS
આવાજ હિન્દુસ્તાન કી
હર હંમેશ સત્ય ની સાથે
રિપોર્ટર જગદીશ સોલંકી
અમદાવાદ
ગાંધીનગર જીલ્લાના સાંતેજ પો. સ્ટે. વિસ્તારમાંથી રૂ ૫૦૦ નું બંડલ બતાવી છેતરપીંડી કરી મેળવેલ મોબાઇલ ફોન તથા ચાંદીના કડા સાથે એક ઇસમને ઝડપી પાડતી અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાન્ચ.
Views 58