ખોડલધામ મંદિર શક્તિની ભક્તિ સાથે એકતાનું પ્રતીક બન્યું

Views 116

  • કાગવડ ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ

  • કોરોનાના પગલે વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી

  • ખોડલધામમાં 1 કુંડી મહાયજ્ઞનું આયોજન

રાજકોટના કાગવડ ખોડલધામમાં પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી થઇ રહી છે. જેમાં ખોડલધામમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરતા વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમાં 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

ખોડલધામમાં આકર્ષક રંગોળી અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો
ઉલ્લેખનિય છે કે કોરોનાના પગલે વર્ચ્યુઅલી ઉજવણી કરવામાં આવી રહી છે. તેમા કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પાટોત્સવને લઈને મહિલાઓએ પોતાની સોસાયટીઓ તેમજ ઘરની બહાર અવનવી રંગોળીઓ કરી છે. જેમાં લેઉવા પાટીદાર સમાજના દરેક ઘરમાં આજે દિવાળી જેવો ઉત્સવ જોવા મળ્યો છે. તથા દરેક ઘરમાં રંગોળી પુરવામાં આવી છે. તેમજ ખોડલધામમાં પણ આકર્ષક રંગોળી અને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે.
મંદિરના સાનિધ્યમાં આજે એક કુંડી યજ્ઞ થશે
આજે ખોડલધામમાં પ્રતિષ્ઠાને પાંચ વર્ષે પૂર્ણ થયા છે. તે પ્રસંગે ખોડલધામ પંચવર્ષીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે. તેમાં લાખો ભાવિકો પાટોત્સવ ઓન લાઈન નિહાળી શકશે. તેમજ લેઉવા પાટીદાર સમાજના કુળદેવી માં ખોડલનું મંદિર શક્તિની ભક્તિ સાથે એકતાનું પ્રતીક બન્યું છે. મંદિરના સાનિધ્યમાં આજે એક કુંડી યજ્ઞ થશે. તથા ધ્વજારોહણ પણ કરવામાં આવશે.

તાલુકા મથક સહીત ગામડામાં એક સાથે રાષ્ટ્રગાન ગાઈ વિશ્વ રેકોર્ડ રચશે
કોરોનાની વર્તમાન સ્થિતિ લઇ ખોડલ ધામનો પાટોત્સવ વર્ચ્યુલ થઇ રહ્યો છે. જેમાં દેશ વિદેશના ભાવિકો ઓન લાઈન પાટોત્સવ નિહાળી રહ્યાં છે. ખોડલધામ મંદિરના દ્વારે કાયમી રાષ્ટ્રધ્વજ લહેરાઇ રહ્યો છે. તથા મંદિરના શીખરે 6 ટનનો સુવર્ણ જડીત કળશ છે. તેમજ નગરો અને ગામડામાં દસ હજારથી વધુ એલઈડી મુકાયા છે. આજે ખોડલધામ દરેક જિલ્લા મથક અને તાલુકા મથક સહીત ગામડામાં એક સાથે રાષ્ટ્રગાન ગાઈ વિશ્વ રેકોર્ડ રચશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *