ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતા શખ્સ ઝડપાયો

Views 79

અડાલજ પોલીસ દ્વારા ચાર દિવસ પહેલા ઝુંડાલથી અમદાવાદ તરફ જતા રોડ ઉપરથી વિદેશી દારૂ ભરેલી આઇ20 કાર ઝડપી હતી. જેમાંથી બે વધારાની નંબર પ્લેટ મળી હતી. બંને નંબર પ્લેટની તપાસ કરવામા આવી હતી. ત્યારે કારની સાચી નંબર પ્લેટ કઇ અને ખોટી નંબર પ્લેટ કઇ તેની તપાસ હાથ ધરી છે, જ્યારે બંને આરોપીઓ સામે વધુ એક ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અડાલજ પોલીસે બાતમીના આધારે 1.13 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. આઇ 20 કારમા દારૂ ભરીને અમદાવાદ તરફ લઇ જવામા આવી રહ્યો હતો. કાર નંબર જીજે 01 આરડબલ્યુ 5088 નંબર પ્લેટ લગાવેલી હતી. જ્યારે કારમાંથી જીજે 15 સીડી 2838 અને જીજે 01 આરકે 9043 મળી હતી. હવે બંનેમાંથી પોલીસને સાચી નંબર પ્લેટ કઇ છે, તે બાબતે તપાસ હાથ ધરી છે.

આઇ 20 કારની ચેચીસ નંબર ઉપરથી તપાસ કરતા માલિક નિકેત ગૌરાંગભાઇ મહેતા (રહે, બોપલ), જ્યારે કારમાંથી મળેલી નંબર પ્લેટ જીજે 15 સીડી 2838નો માલિક ઘનશ્યામ વલ્લભભાઇ રામાણી (રહે,નવાગામ બાબરા) હોવાનુ સામે આવ્યુ છે. તે ઉપરાંત જીજે 01 આરકે 9043ના માલિકની હજુ સુધી વિગત સામે આવી નથી. ત્યારે પોલીસે બંને આરોપી નરેન્દ્ર ખેમાજી ડામોર અને લક્ષ્મણ દેવાજી વરહાત (બંને ડુંગરપુર) સામે ખોટી નંબર પ્લેટ રાખવા બાબતે વધુ એક ગુનો નોંધ્યો હતો.

 

અહેવાલ  સુરેશ પાંડે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *