ખૂનની કોશીષ, ધાડ તથા ઈગ્લીશ દારૂના કુલ ૧૦ ગુનાઓમાં નાસતો ફરતો બુટલેગર રવિ રાજુ ગેડી (સિન્ધી‌)ને ઝડપી પાડતી, અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાચ

Views 61

 ખૂનની કોશીષ, ધાડ તથા ઈગ્લીશ દારૂના કુલ ૧૦ ગુનાઓમાં નાસતો ફરતો બુટલેગર રવિ રાજુ ગેડી (સિન્ધી‌)ને ઝડપી પાડતી, અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાચ  

અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચૈતન્ય આર. મંડલીક નાઓએ અમદાવાદ શહેરમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવાની ચાલતી ડ્રાઈવ અનુસંધાને નાસતા ફરતા/ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સારૂ જરૂરી સૂચના આપવામાં આવેલ હતી. જે અનુંસધાને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એચ.એમ.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ તેઓના સ્કોડના પો.સ.ઈ.શ્રી કે.એમ.ચાવડા તથા ટીમના માણસો સાથે અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. દરમ્યાન હે.કો. રમેશભાઈ કિશોરભાઈને બાતમી હક્કિત મળેલ કે સરદારનગર, નિકોલ તથા એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાખલ થયેલા ખૂનની કોશીષ, ધાડ તથા ઈગ્લીશ દારૂના ગુનાઓમાં નાસતો ફરતો બુટલેગર રવિ રાજુ ગેડી (સિન્ધી‌) ભદ્રેશ્વર ત્રણ રસ્તા ખાતે ઉભેલ હોવાની બાતમી આધારે નાસતો ફરતો આરોપી નામે રવિ રાજુભાઈ ઉર્ફે રાજુ ગેડી કિશ્નાની (સિન્ધી) ઉવ ૩૦ રહે. ૩૬૦/એ, સિન્ધી કોલોની બગીચાની પાછળ સરદારનગર અમદાવાદ નાને તા.૨૪/૧૨/૨૦૨૧ ના કલાક ૧૩/૩૦ વાગે ઝડપી, જેની પુછપરછ કરતાં પોતે તથા પોતાના પિતા રાજુભાઈ ઉર્ફે રાજુ ગેડી તથા ભાઈ તેમજ અન્ય સાગરીતો ભેગા મળી ૨૦૧૯ થી ૨૦૨૦ ના સમયગાળા દરમ્યાન પ્રોહી તથા ખુનની કોશીષ તથા ધાડના ગુનાઓ કરેલ હોવાનું તે ગુનાઓમાં પોતાના પિતા પકડાઇ ગયેલ હોવાનું પોતે તે કેસોમાં વોન્ટેડ હોવાનું જણાવેલ. જેથી સદરી આરોપીની કબૂલાત સબંધે સરદારનગર પોલીસ સ્ટેશન ખાત્રી તપાસ કરતાં નીચે મુજબના ગુનામાં નાસતો ફરતો રહેલ છે. (૧) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૦૨૦૩૬૭૩/૨૦૨૦(૨) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૦૨૦૪૦૪૦/૨૦૨૦ (૩) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૦૨૦૩૬૮૧/૨૦૨૦ પ્રોહીબિશનના ગુનાઓમાં તથા એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાત્રી તપાસ કરતા (૪) પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૬૨૦૦૧૧૫/૨૦૨૦ ઇપીકો કલમ ૩૯૭ વિગેરે(૫) પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૬૨૦૦૧૧૬/૨૦૨૦ઇપીકો કલમ ૩૦૭વિગેરે(૬) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૬૨૦૦૧૨૦/૨૦૨૦ (૭) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૬૨૦૦૮૪૨/૨૦૨૦ (૮) પાર્ટ સી ગુ.ર.ન. ૧૧૧૯૧૦૪૬૨૦૧૮૩૬/૨૦૨૦ પ્રોહીબીશનના ગુનાઓમાં તથા ડી.સી.બી. પોલીસ સ્ટેશન(૯)પાર્ટ એ ગુ.ર.ન ૧૧૧૯૧૦૧૧૨૦૦૦૫૪/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૭ મુજબ તેમજ નિકોલ પોલીસ સ્ટેશન ખાત્રી તપાસ કરતાં નીચે મુજબના ગુનામાં નાસતો ફરતો રહેલ છે. (૧) પાર્ટ સી ગુ.ર.ન ૧૧૧૯૧૦૧૫૧૯૫૫૧૨/૨૦૧૯ પ્રોહીબીશનના ગુનાઓ મળી કુલ્લે ૧૦ જેટલા ગુનાઓમાં વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ. જે તમામ ગુનાઓની નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા હાલ તપાસ ચાલતી હોવાનું જણાઇ આવેલ. જેથી સદરી આરોપીને નિકોલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે. આરોપીનો પૂર્વ ઈતિહાસ: આરોપી અગાઉ સરદારનગર તથા એરપોર્ટ પો.સ્ટે. ખાતે ૭ પ્રોહી.ગુનાઓમાં પકડાયેલ છે.     
HBN TV NEWS
 
આવાજ હિન્દુસ્તાન કી
 
હર હંમેશ સત્ય ની સાથે
 
 રિપોર્ટર જગદીશ સોલંકી , વૈશાલી સોની

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *