કાલોલ ના મધવાસ ચોકડી નજીક બાતમીના આધારે સ્વીફ્ટ ગાડી સહિત તા.15/6/2020 ને રવિવારે મોડી રાત્રે વિદેશી બનાવટનો દારૂ ગેરકાયદેસર

Views 156

કાલોલ ના મધવાસ ચોકડી નજીક બાતમીના આધારે સ્વીફ્ટ ગાડી સહિત
તા.15/6/2020 ને રવિવારે મોડી રાત્રે વિદેશી બનાવટનો દારૂ ગેરકાયદેસર રીતે GJ 06 FC 6494 સ્વીફ્ટ ગાડીમાં ભરીને હાલોલ થી કાલોલ ના ડેરોલ સ્ટેશનમાં લાવી સ્થાનિક પોલીસ ને ખબર ન પડે તે રીતે જતાં પેટ્રોલિંગમાં નીકળેલ પો.સ.ઈ વી.જે.ચાવડા ,સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ કાલોલ હાઇવે પર બાતમીના આધારે મધવાસ ચોકડી નજીક આશરે રાત્રીના 11:00 વાગ્યે વોચ રાખી રહ્યાં હતાં ,તે જ સમયે સફેદ કલરની સ્વીફ્ટ કાર હાલોલ તરફથી રોંગ સાઈડે આવતાં જેને ઊભી રાખવા જતા ઊભી રાખી નહિ ,અને પુર ઝડપે ભાગવા ના ઇરાદે થી જતાં ગાડી સાઈડમાં ડીવાઈડર સાથે ટકરાતાં પલ્ટી મારી ગયેલ જેથી ગાડીમાં બેઢેલા ઈસમોને તાત્કાલીક દોડી બહાર કાઢી પકડી પાડેલ છે ,અને તેનું નામ પૂછતાં સુરેશભાઈ ઉર્ફે રયજીભાઈ રાઠોડ અને બીજો ઈસમનું નામ પૂછતાં અશ્વિનભાઈ રાઠોડ ,રહે ગોકળપુરા,તા-કાલોલ,
જી-પંચમહાલના હોવાનું જાણવા મળ્યું હતું,અને તેમને ગાડીમાં શુ ભરેલ છે તેવું પૂછતાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાવ્યું હતું.તેથી તમામ વિગતની જાણ ટેલીફોનથી કાલોલ પોલીસ ને કરતાં પો.સ.ઈ. એમ.એલ.ડામોર તથા સ્ટાફના માણસો આવી જતાં સ્વીફ્ટ ગાડીને સીધી કરેલ અને ગાડીની ડીકી ખોલાવી જોતાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલ હતો,જેથી તેમની પાસે દારૂ રાખવા બાબતે તથા પરિવહન કરવા બાબતે કોઈ પાસ-પરમીટ કે આધાર પુરાવા મળેલ નહીં,તેથી કાલોલ પોલિસે ગુનો નોંધી પકડાયેલ ઈસમોને સામાન્ય ઈજા પહોંચતા કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરાવી હતી .
ત્યારબાદ પોલિસ સ્ટેશન લાવી તેમની પાસેથી ભારતીય બનાવટનો દારૂની કુલ કિંમત રૂ.27,880/- તથા સ્વીફ્ટ ગાડીની કિંમત રૂ.3,00,000/- મોબાઈલ ફોન-2 ની કિંમત રૂ.1000/- અંગજડિત માંથી રૂ.2150/- કુલ મળીને રૂ.3,31,030/-ના મુદ્દામાલ સાથે કબજે કરેલ છે.તથા તેમની સાથે અન્ય મનોજ ગોહિલ રહે.બાકરોલ,તા-કાલોલ ,જી-પંચમહાલ તથા અન્ય એક ઈસમ સામેલ છે તેવું પકડાયેલ આરોપીઓ એ જણાવ્યું હતું.
આ તમામ લોકો સામે વગર પાસ-પરમીટે બિનકાયદેસર ભારતીય બનાવટનો દારૂની હેરાફેરી કરવા બાબતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર-ભાવિનભાઈ પરમાર
કાલોલ(પંચમહાલ)

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *