કાર્યવાહીની માગ:સિદ્ધપુર નજીકથી 87 પશુઓ ભરેલી ટ્રક ઝડપાઇ, ગુંગળામણથી બે પશુનાં મોત

Views 128

  • જીવદયા કાર્યકરોએ સોમવારની રાત્રે પાલનપુરથી પીછો કરી પશુઓ ભરેલી ટ્રક ઝડપી લીધી
  • સિદ્ધપુર પોલીસ મથકે બે શખ્સો સામે પશુ કૃરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો

  • પાલનપુર તરફથી 87 પશુઓ ભરીને પસાર થઈ રહેલી ટ્રકનો સોમવારે મધ્ય રાત્રે જીવદયા પ્રેમી યુવાનોએ કરી સિદ્ધપુર નજીક ટ્રકને ઝડપી પાડી હતી. આ અંગે જીવદયા પ્રેમીએ સિદ્ધપુર પોલીસ મથકે બે શખ્સો સામે પશુ કૃરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો.બે પશુ ગુગળાઈને મૃત્યુ પામ્યા હતા. જ્યારે 85 જીવીત પશુઓને નાગ વાસણા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે.

    પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર કતલખાને લઇ જવાતાં પશુઓને બચાવવા માટે જીવદયા પ્રેમીએ પાલનપુરથી પીછો કરી રવિવારે મોડી રાત્રે સિદ્ધપુર નજીક ગાડીની આડાસ કરી ટ્રક રોકી તપાસ કરતાં પશુઓ ભરેલા હતા તેના ટ્રક ડ્રાઇવર અને કંડકટર ને પૂછતા રાજસ્થાનથી અમદાવાદ પશુઓને કતલખાને લઇ જતા હોવાનું જણાતાં જીવદયા પ્રેમીએ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને આરોપી તેમજ ટ્રક જીજે 24 એક્સ 1110 ને જપ્ત કરી ટ્રકમાં રહેલા 87 પશુઓ મળી આવ્યા હતાય

    જે પૈકી બે પશુઓના મરણ થતાં હતા તે પશુઓ પાડા નંગ 84 અને પાડી નંગ ત્રણ હતા .આ અંગે જીવદયાપ્રેમી સંજયભાઈ હરખાભાઈ પ્રજાપતિ એ સિદ્ધપુર પોલીસ મથકે ઠાકોર રમેશજી બળદેવજી રહે ચલુવા તા. મહેસાણા અને સિંધી રસુલખાન શુભાન ખાન રહે.સેવડી, તા.ભીન્નમાલ રાજસ્થાન સામે પશુ પ્રત્યે કૃરતા પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધાવ્યો હતો. તપાસ અધિકારી પી.એસ.આઇ પી.એસ.ગૌસ્વામીએ જણાવ્યું હતું કે 85 પશુઓને નાગવાસણા પાંજરાપોળ મોકલી આપ્યા હતા આરોપીઓની પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.

રિપોટર :   ફકીર શબિરશાહ   ,પાટણ (HBN TV NEWS ) 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *