ઉત્તર ગુજરાત કો.ઓપટીવ બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આત્મનિર્ભર યોજનામાં મંજુર કરાયેલ ધિરાણના ચેક વિતરણનો નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરાયો

Views 61

       ઉત્તર ગુજરાત કો.ઓપટીવ બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા 
આત્મનિર્ભર યોજનામાં મંજુર કરાયેલ ધિરાણના ચેક વિતરણનો  
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે પ્રારંભ કરાયો 
————- 
વેબીનાર થકી નાયબ મુખ્યમંત્રીશ્રીએ સહકારી અગ્રણીઓને માર્ગદર્શિત કર્યા 
—————– 
      સરકાર અને સહકાર સાથે મળી રાજ્યના નાગરિકોને આત્મનિર્ભર કરીએ- 
 નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ 
—————- 
     જિલ્લામાં ૪૬૩ નાગરિકોને રૂ. ૦૩.૨૦ કરોડનું લોન મંજુર કરાઇ 
મહેસાણા 
     રાજ્ય સરકારની નાના વેપારીઓ,કારીગરો અને કામદારો માટે મહત્વાકાંક્ષી યોજના આત્મનિર્ભર ગુજરાત સહાય 
યોજના અંતર્ગત મહેસાણા જિલ્લામાં મંજુર કરાયેલ ધિરાણનો ચેક વિતરણ કાર્યક્મ ઝુમ એપ્લીકેશન થકી યોજાયો 
હતો.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ ઝુમ એપ્લીકેશન થકી જોડાઇ સહકારી અગ્રણીઓ અને નાગરિકોને 
માર્ગદર્શિત કર્યા હતા. 
 નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે આત્મનિર્ભર યોજના થકી રાજ્યને ગૌરવ મળ્યું છે સમગ્ર દેશમાં 
                                                                                                                                                                                                                                   ગુજરાતે ગૌરવરૂપ કામગીરી કરી  છે.  યોજનામાં જોડાયેલ ત્રણેય સહકારી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. 
 નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે નાના વેપારી,કારીગરો,બ્રાહ્ણણકર્મ કાંડ,હાથલારી ચાલક સહિતને નક્કી કરેલ બેન્કો 
અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા લાભ મળનાર છે જેનો લાભ આપવા સંબધિત બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓને 
અનુંરોધ કર્યો હતો. 
     નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે ઉમેર્યું હતું કે નાના વેપારીઓ,કારીગરો,કામદારો પગભર થાય તે માટેની  
યોજનાનો લાભ જિલ્લાના જરૂરીયાતમંદ નાગરિકોને મળી રહે  દિશામાં સહકારી અગ્રણીઓ કટિબધ્ધ બન્યા છે. 
   મહેસાણા જિલ્લામાં આત્મનિર્ભર યોજનામાં ૪૬૩ નાગરિકોને રૂ.૩૨૦.૩૫ લાખની લોન મંજુર કરાઇ છે.  જેમાં ક્રેડીટ 
સોસાયટીઓ દ્વારા ૨૩૫ નાગરિકોને રૂ. ૧૭૭.૮૫ લાખ અને નાગરિક સહકારી બેન્કો દ્વારા ૨૨૮ લાભાર્થીઓને 
૧૪૨.૫૦ લાખ મળી કુલ ૪૬૩ નાગરિકોને ૩૨૦.૩૫ લાખની લોનની રકમ મંજુર કરાઇ છે. 
 
          આત્મનિર્ભર યોજના  ૦૧ની માહિતી મેળવીએ તો રૂ ૦૧ લાખની ૦૨ ટકાના વ્યાજ દરે નાના અને મધ્યમવર્ગના 
વેપારી,સ્વરોજગાર કરતા લોકો જેવા કે દુકાનદાર,ફેરીયા,રીક્ષાચાલક પ્લમ્બર વગેરને આત્મનિર્ભર યોજના થકી 
બેન્ક શાખાઓ,૦૧ ડિસ્ટ્રીક્ટ બેન્ક અને ૨૦૦ થી વધુ ક્રેડિટ સોસાયટી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય 
યોજનાની લોન સંબધિતો મેળવી લાભ લઇ રહ્યા છે. 
          આત્મનિર્ભ -૦૨ની યોજનામાં ૦૨.૫૦ લાખ જેટલું ધિરાણ ૦૪ ટકા સબસીડી રાજ્ય સરકાર લાભાર્થીને આપશે 
જેમાં રીઝર્વ બેન્કના નિયમ પ્રમાણે જામીન અને તારણ મેળવી શકાશે 
    મહેસણા જિલ્લામાં આત્મનિર્ભર સહાય યોજનાને પ્રતિસાદ મળી રહ્યો  છે. યોજાયેલ વેબીનારમાં  ધારાસભ્ય 
રમણભાઇ પટેલ,સહકાર અગ્રણી કાન્તીભાઇ પટેલ,જશુભાઇ પટેલ,જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિક ઉપાધ્યાય સહિત 
સહકારી અગ્રણીઓ જોડાયા હતા. 
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *