આકાશમાં એરફોર્સના વિમાનોના આંટાફેરાથી લોકોમાં કૌતુક સર્જાયું

Views 121

ભારતીય વાયુસેના દ્વારા ભુજ એરફોર્સ ખાતે આપણા હવાઈ દળને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેના પહેલા દિવસ શુક્રવારે ભુજના આકાશમાં એરફોર્સના મહાકાય વિમાનોએ ચક્કર લગાવતા શહેરીજનોમાં પણ કૌતુક સર્જાયું હતું આજે બપોરે 3 વાગ્યા સુધી જાહેરજનતા આ પ્રદર્શનને જોઈ શકશે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે 20 અને 21 જાન્યુઆરીના એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે તમારી એરફોર્સને જાણો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદર્શનના આયોજનનો ઉદ્દેશ્ય કચ્છ પ્રદેશના યુવાનોને ભારતીય વાયુદળમાં જોડાવવા માટે આકર્ષિત કરવાનો અને પ્રેરિત કરવાનો છે.

આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે વાયુદળ અને કચ્છના લોકોને ભારતીય વાયુસેનાની ભૂમિકા અને કાર્યોથી પરિચિત કરવા માટેનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.આ પ્રદર્શનના પ્રથમ દિવસે ભારતીય વાયુસેનાની ફાઇટર એરક્રાફ્ટ, મિસાઇલ, રડાર, હથિયાર સિસ્ટમ વગેરેના ડિસ્પ્લે જોઈ યુવાઓ અને જીજ્ઞાસુઓએ પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો.

આ ઉપરાંત ઉડતા જગુઆર એરક્રાફ્ટ, એર ડેવિલ્સ ટીમ દ્વારા સ્કાય ડાઇવિંગ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.આકાશમાં C-17 ગ્લોબમાસ્ટર વિમાને બે થી ત્રણ રાઉન્ડ ચક્કર લગાવ્યા હોવાનું નજરેજોનારા વર્તુળોએ જણાવ્યું હતું.આ ડિસ્પ્લે સામાન્ય લોકો માટે આજે સવારે 9 થી બપોરે 3 કલાક દરમિયાન ખુલ્લું રહેશે.જાહેર જનતાને આ પ્રદર્શનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.જોવા આવતા મુલાકાતીઓએ માન્ય આઈડી પ્રૂફ સાથે રાખવું આવશ્યક છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *