મધ્યપ્રદેશની ઘટના, શિવાની ગ્વાવિલયની નવોદય વિદ્યાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી
મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક નાની એવી ભૂલને લીધે 17 વર્ષની એક છોકરીએ જીવ ગુમાવ્યો છે. છોકરીનો હાથ મોબાઈલ ચાર્જર લગાવતી વખતે બોર્ડના સોકેટમાં અગાઉથી લાગેલા અન્ય એક ખુલ્લા તારને સ્પર્શ થઈ ગયો હતો. કરંટ લાગવાથી છોકરીને વીજળીનો ઝાટકો લાગ્યો અને તેને કરંટ લાગ્યો હતો. ભાઈએ જ્યારે આ ઘટના જોઈ તો તેણો સૌ પહેલા લાકડી વડે તારને અલગ કર્યો અને ત્યારબાદ બૂમો પાડી પરિવારના સભ્યોને બોલાવ્યા હતા. કરંટ લાગવાથી છોકરીની આંગળીમાં ભારે ઈજા પહોંચી હતી.
તેને હોસ્પિટલ લઈ જવામાં આવી પણ તેને બચાવી શકાઈ ન હતી.શંકર કોલોનીમાં રહેતા જગન્નાથની દીકરી શિવાની બુધવારે મોબાઈલ ફોન ચાર્જ કરવા જઈ રહી હતી. જે બોર્ડમાં તે ચાર્જિંગ માટે ચાર્જર લગાવી રહી હતી એ સમયે બોર્ડની અન્ય સર્કિટમાં પ્લગ વગરનો તાર હતો.
ઘરમાં કોઈ જ ન હતું
શિવાનીના માતા-પિતા સોયાબીનની કાપણી માટે ખેતર ગયા હતા. મોટો ભાઈ ઈંદોર ગયો હતો. એક નાનો ભાઈ ત્યાં રમી રહ્યો હતો. સાંજે લગભગ 4 વાગે નાનો ભાઈ ઘરે આવ્યો તો તેણે જોયું કે બહેન તાર સાથે ચોટી ગઈ છે. તેણે તાત્કાલિક એક લાકડીના દંડા વડે તાર દૂર કર્યાં અને પડોશીઓને બોલાવ્યા હતા. આ સમયે સામાન લેવા બજાર ગયેલી મોટી બહેન પણ ઘરે પરત ફરી હતી. આ અંગે બાદમાં માતા પિતાને માહિતી આપી હતી.
નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી
શિવાનીની મોટી બહેન લક્ષ્મીએ જણાવ્યું કે શિવાની સફાઈ કરી રહી હતી. શિવાની પાસે એક ચાર્જર પણ પડ્યું હતું. સંભવતઃ સફાઈ કરતી વખતે તેણે દિવાલ પર લાગેલા બોર્ડમાં ચાર્જર ફસાઈ ગયું હશે. બોર્ડમાંથી બે અન્ય તાર પણ લાગેલા હતા. બોર્ડમાં અગાઉથી જ લાગેલા એક તારને શિવાનીની આંગળીનો સ્પર્શ થઈ ગયો હતો. શિવાની ગ્વાવિલયની નવોદય વિદ્યાલયમાં ધોરણ-8માં અભ્યાસ કરતી હતી. કોરોનાને લીધે શાળા બંધ હોવાથી તે પોતાના ઘરે આવી હતી. થોડા સમય બાદ ફરી શાળા ખુલવાની હતી.