અંબાજીમાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સહભાગી બન્યા; યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યક્ત કર્યો

Views 109

અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાં મહોત્સવમાં બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સહભાગી બન્યા હતા. આ પ્રસંગે તેમણે પરિક્રમાં પથ પર આયોજીત શક્તિયાગ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી પરિક્રમાં મહોત્સવમાં પધારેલા સૌ માઈ ભક્તોને આદ્યશક્તિ મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરી માઇભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ અને મનોરથ થકી ભાવિક શ્રધ્ધાળુઓ માટે એક જ સ્થળે ભારત ભરના અને ભારત બહાર બીજા દેશમાં રહેલા કુલ 51 શક્તિપીઠના દર્શન અને પરિક્રમાનો અવસર મળ્યો છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સેવા કેમ્પોના સહયોગથી યાત્રિકો માટે કરવામાં આવેલી ઉત્તમ સુવિધાઓથી સંતોષ વ્યક્ત કરતાં તેમણે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ અને ટિમ બનાસકાંઠાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સાંસદ એ જય જલિયાન સેવા કેમ્પ ખાતે માઈભક્તોને પ્રસાદનું વિતરણ કર્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *