PATAN : હંસાપુર પંપિંગ સ્ટેશન પાસે નિર્માણાધિન શોપિંગ સેન્ટર ની દિવાલ ધરાશાયી બનતા ત્રણ મજૂર દટાયા..

Views 231

દટાયેલા ત્રણ મજુરો પૈકી એક મહિલા મજુરનું મોત નિપજતાં પરિવાર માં કરૂણતીકા છવાઈ…

બિલ્ડરની નિષ્ક્રિયતા ને લઈને મજૂરો ની સલામતી અંગે સવાલો ઉભા થયા…


પાટણ ખાતે કોમર્શિયલ શોપિંગના બાંધકામ દરમિયાન અંડરગ્રાઉન્ડ વિભાગમાં બની રહેલ દિવાલ ની નીચે ત્રણ મહિલા મજૂરો બેઠી હતી તે દરમિયાન અચાનક દિવાલ ધરાશાયી થતાં મહિલા મજૂરો દટાતા એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતાં તેણીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી તો ઘટનાના પગલે મજુરોના પરિવારમાં શોકની લાગણી સાથે આક્રોશ જોવા મળ્યો હતો.
પાટણ શહેરના હાંસાપુર લિંક રોડ ઉપર રોટલીયા હનુમાન મંદિર સામે બની રહેલ કોમ્પલેક્ષમાં મંગળવારે બપોરના સમયે ત્રણ મહિલાઓ અંડરગ્રાઉન્ડ બાંધકામ થઇ રહેલ જગ્યાઓ ઉપર પાણી પીને આરામ કરી રહી હતી તે દરમિયાન બાજુમાં ઉભી કરેલ કાચી 10 ફૂટની સિમેન્ટ અને ઇટની દિવાલ ધરાસાઈ થતાં નીચે બેઠેલ તેણે મહિલાઓ કાટમાળમાં દટાઈ ગઈ હતી.

ઘટનાના પગલે કામ કરી રહેલા અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને દીવાલનો કાટમાળ ખસેડી તેમણે મહિલાઓને બહાર કાઢવામાં આવી હતી જેમાં દાહોદની 42 વર્ષના વનીતાબેન બુહા નામની મહિલા મજુરનું મોત થવા પામ્યું હતું તેમજ સાથે રહેલ અન્ય બે મહિલા મજૂરોને પણ ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ બન્ને મહિલાઓની હાલત નાજુક જણાતાં બન્ને વધુ સારવાર માટે પાટણ શહેરની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાના પગલે ત્રણ મહિલાના પરિવારો બાંધકામ સ્થળ પર દોડી આવ્યા હતા અને બિલ્ડર સામે ઘટના મામલે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મામલે હાલમાં સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોય કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળેલ નથી.

રીપોર્ટર :સૈયદ મૂરતુજા અલી , પાટણ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *