#PATAN : વદાણી હાઈવે માર્ગ પરની નોન વેજ ની હોટલ પાછળ થી ગૌ માતા ની હત્યા કરાયા ના અવશેષો મળી આવતાં ગૌ ભકતો માં રોષ.

Views 120

ગૌ ભકતો દ્વારા નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી હત્યારાઓ ને ઝડપી તેઓની સામે કડક કાર્યવાહી ની માંગ.
ગૌ હત્યા મામલે ગૌ ભકતો દ્વારા આગામી તા.૨૮ મી એ વદાણી બંધનું એલાન કરવામાં આવ્યું..

 

પાટણ-ડીસા હાઇવે પરના વદાણી ગામ નજીક બાલવાસ કિચન હોટેલ ની પાછળના ખેતરમા કોઈ અસામાજિક તત્વોએ ગૌ માતાની હત્યા કરી હોય જેના અવશેષ ઉપરોક્ત સ્થળ પર થી મળી આવતા ગૌ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓમા તેનાં ધેરા પ્રત્યાઘાતો પડયા છે ત્યારે ગૌ માતા ની હત્યા મામલે બુધવારના રોજ ગૌ ભકતો સહિત જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌ માતા ની હત્યા કરનારા હત્યારાઓને તાત્કાલિક ઝડપી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શિત કરી જિલ્લા નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપી આગામી તા.૨૮ મી મેં નાં રોજ વધાણી ગામમાં સજ્જડ બંધ નું એલાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે ગૌ ભકતો અને જીવદયા પ્રેમીઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગૌ માતાને સહ્રદય શ્રધાંજલિ સાથે જણાવવાનું કે ગતરોજ પાટણ ડીસા હાઈવે પર આવેલા વદાણી ગામ ની નજીક બાલવાસ કિચન નોન વેજ હોટેલ ના પાછળના ખેતરમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા ગૌ માતા ની હત્યા કરી હોય જે ગૌ માતા ના અવશેષ ઉપરોક્ત સ્થળે થી મળી આવ્યા છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા ગૌ ભક્તો દ્વારા વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવવા ગયેલ પરંતુ પોલીસ દ્વારા જાણવા જોગ અરજી લઇ યોગ્ય તપાસ ની ખાતરી આપી છે ત્યારે સૌ ગૌ પ્રેમી ગૌ સેવકો અને કરોડો ગૌ ભક્તો ની શ્રધા લાગણી સાથે આ ધટના મામલે તંત્ર દ્વારા પારદર્શિતાથી અને તાત્કાલિક અસર થી તપાસ કરી કસુરવારો ને ઝડપી તેઓ વિરુધાં ગૌ માતા ની હત્યા બદલ ખુન કેસ દાખલ કરી કઙક માં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે..સાથે સાથે વદાણી ગામના સ્ટેશન વિસ્તારમાં આવેલી મોટા ભાગની નોનવેજ હોટેલ વાગડોદ પંચાયતની સરકારી જગ્યા પરના દબાણો છે.જે લોકો દબાણ કરી ને આ પ્રકારની હોટેલ ચલાવે છે ત્યારે આ મટનની દુકાનો તાત્કાલીક અસર થી દબાણ દુર કરાવી નોન વેજ ની હોટલો બંધ કરાવવા અને ગૌ માતા ની હત્યાના વિરોધ માં તા.૨૮ મી મેં નાં રોજ સંપૂર્ણ વદાણી ગામ બંધ કરાવવાનું જણાવાયું હોવાનું ગૌ ભકત કિશન દેસાઈ એ જણાવ્યું હતું
Repoter : સૈયદ મુરતુજાઅલી :પાટણ
 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *