ICC મહિલા વન-ડે રેન્કિંગ્સમાં મિતાલીનું 'રાજ':ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ યાદીમાં ફરી ટોપ પર, ટી-20માં શેફાલી વર્મા નંબર વન; સ્મૃતિ મંધાના એક સ્થાનના નુકસાન સાથે 9માં સ્થાને પહોંચી

Views 147

ICCએ મંગળવારે મહિલાઓના વન-ડે રેન્કિંગ્સ જાહેર કર્યા છે. બેટ્સમેનની રેન્કિંગમાં ઈન્ડિયન વન-ડે ટીમની કેપ્ટન ફરી ટોપ પર છે. તેના 762 પોઈન્ટ્સ છે અને રેન્કિંગમાં ટોપનું સ્થાન ફરીથી જાળવી રાખ્યું છે. મિતાલીની સાથે-સાથે બેટ્સમેનોની રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાની ઓપનીંગ બેટ્સમેન લિઝેલ લી(762 પોઈન્ટ્સ)ને એક સ્થાનનો ફાયદો થયો છે. તેના સાથે તે પણ મિતાલી સાથે ટોપ સ્થાને પહોંચી ગઈ છે.

મિતાલી રાજ- ફાઈલ ફોટો - Divya Bhaskar
                                                                  મિતાલી રાજ- ફાઈલ ફોટો

લી ત્રણ વર્ષ બાદ ટોપ સ્થાન પર પહોંચી
હાલમાં જ લી એ વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ 91 રનની નોટઆઉટ ઈનિગ્સ રમી હતી, જેનો ફાયદો તેને આ રેન્કિંગમાં થયો છે. 2018ના વર્ષે જૂનમાં લીએ પહેલીવાર ટોપનું સ્થાન હાંસલ કર્યું હતું. રેન્કિગ્સમાં ત્રીજા સ્થાને ઓસ્ટ્રિલિયાની એલિસા હીલી (756 પોઈન્ટ્સ) છે. મિતાલી સાથે ટોપ-10માં માત્ર એક ઈન્ડિયન ખેલાડી સ્મૃતિ મંધાના છે. મંધાનાને રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે 701 રેટીંગ સાથે નવમાં સ્થાને પહોંચી ગઈ છે.

                 બોલિંગના રેન્કિંગ્સની વાત કરીએ તો તેમાં ટોપ-10માં બે ઈન્ડિયન બોલર સામેલ છે. ઝુલન ગોસ્વામી 694 પોઈન્ટ્સ સાથે પાંચમાં સ્થાને છે અને પૂનમ યાદવ (617 પોઈન્ટ્સ) સાથે નવમાં સ્થાને છે. ઓલરાઉન્ડર્સની રેન્કિંગ્સમાં ઓસ્ટ્રિલિયાની એલિસ પેરીને એક સ્થાનનું નુકસાન થયું છે. તે 418 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારતની દીપ્તી શર્મા 331 પોઈન્ટ્સ સાથે પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે.

ટી-20 રેન્કિંગમાં ભારતની શેફાલી નંબર વન પર
ભારતની યુવા સ્ટાર બેટ્સમેન શેફાલી વર્માએ ટી-20 રેન્કિંગમાં 759 રેટિંગ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. તેના પછી ઓસ્ટ્રેલિયાની બેથ મુનિ (744) અને ભારતીય ટી-20ની વાઈસ કેપ્ટન મંધાના (716) છે. ટી-20 બોલિંગ રેન્કિંગમાં દીપ્તિ શર્મા (6ઠ્ઠા) અને પૂનમ યાદવ (8મા)ના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. દીપ્તિએ ઓલરાઉન્ડરોની યાદીમાં ચોથું સ્થાન પણ જાળવી રાખ્યું છે. ટી-20 બોલરોની યાદીમાં ઈંગ્લેન્ડની સારા ગ્લેન એક સ્થાનના ફાયદા સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડની ઓફ સ્પિનર લેધ કાસ્પેરેક સાત સ્થાનના ફાયદા સાથે 15મા ક્રમે છે જ્યારે ઓલરાઉન્ડર જેસ કેર આઠ સ્થાનના ફાયદા સાથે 58મા ક્રમે છે.

HBN TV NEWS

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *