પંચમહાલ, દાહોદ ,પાટણ તથા ગુજરાત રાજયના જુદા- જુદા જીલ્લાઓના ગામો/ શહેરના
જરૂરીયાતમંદ લોકોને પર્સનલ લોન, હોમ લોન, ખેતી ધીરાણ લોન, પશુપાલન લોન એગ્રીર્લ્ચર
લોન, એજયુકેશન લોન, પેન્સન લોન, માટે દિવ્ય ભાસ્કર તથા સંદેશ પેપરમાં ખોટી
જાહેરાત આપી છેતરપીડી આચરનાર દંપતીની ધરપકડ કરી.લોન આપવાના બહાને લાખો રૂપીયાની છેતરપીડીના ગુન્હાઓનો પર્દાફાશ કરતું સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, પંચમહાલ- ગોધરા રેન્જ,
ગોધરા.
પંચમહાલ- ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનનરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબ
નાઓના માગગદર્ગન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ.શ્રી જે.એન.પરમાર સાહેબ,પો.ઈન્સ.શ્રી એચ.એન.પટેલ સાહેબ, પો.સ.ઇ.શ્રી બી.આર.ક્રિશ્ચિયન , આ.પો.કો.નરેશભાઈ કાળાભાઇ,
અ.પો.કો. અનલભાઇ બાલુભાઇ તથા સાયબર ક્રાઇમ ટીમના પોલીસ માણસો એ રીતેના પર્શનલ લોન
આપવાના નામે આંગડીયામાં નાંણા ભરાવી છેતરીપીંડી કરનાર ઈસમો સામે નોંધાયેલ અરજી/ ગુન્હાના
કામે લોકોને વિવિધ પ્રકારની લોન માટે વાતચીત કરવા માટે પેપરમાં આપેલ મોબાઈલ નંબર
૯૩૧૩૬૬૯૧૩૨, ૬૩૫૫૭૯૮૭૪૦ ની ટેકનીકલ એનાલીસીસ કરતાં જાણવા મળેલ કે, સદર મોબાઈલ
ફોનનો ઉપયોગ કરી વિવિધ પ્રકારની લોન આપવાનું કૌભાંડ કરનાર વડોદરા ખાતે રહેતાં હોવાનું જણાઈ
આવેલ અને ટેકનીકલી એનાલીસીસ આધારે મો.નં. ૯૩૧૩૬૬૯૧૩૨ નો ઉપયોગ કરનાર રક્ષાબેન W/O
મિતેશકુમાર ઉ.વ. ૪૦, રહે. ૩૩- મહેશનગર સોસાયટી, સોમા તળાવ, ડભોઈ રોડ, વડોદરા તથા
મો.નં. ૬૩૫૫૭૯૮૭૪૦ ઉપયોગ કરનાર મિતેષકુમાર ઉર્ફે મલ્કેશ કનૈયાલાલ ઉ.વ. ૪૦ રહે. ૩૩- મહેશનગર
સોસાયટી, સોમા તળાવ, ડભોઈ રોડ, વડોદરા નાઓની તપાસ કરતાં મળી આવેલ છે.
પકડાયેલ સ્ત્રી- પુરુષ પતિ -પત્ની હોય, તેઓની પુછપરછ કરતાં જણાવેલ છે કે, એક વર્ષ
અગાઉથી દિવ્યભાસ્કર તથા સંદેશ પેપરમાં વિવિધ પ્રકારની લોન મેળવવા માટે સંપર્ક નંબરની જાહેરાત
આપતાં હતા. જે લોકો લોન મેળવવા માટે ઉપરોકત નંબરો ઉપર ફોન કરતાં તેઓને પોતાના નામ ચીરાગ
સોની, નીશા પટેલ તથા અનીતા ગુપ્તા જેવા નામ જણાવી અને બેન્ક લોન વિભાગમાંથી બોલુ છુ, તેમ કહી વિશ્વાસમાં લઈ વોટસએપથી ભોગ બનનાર પાસેથી ડોકયુમેન્ટ મંગાવી, પોતાના ઘરે લેપટોપમાં
ડાઉલોડ કરી લેતા, ત્યારબાદ ભોગ બનનારને લોન એપ્રુવ્ડ થયા બાબતે જે બેંકમાંથી લોન મેળવવા માગતાં હોય, તે બેંકના નામનો ખોટો લોન મંજુર થયા બાબતેનો સેન્સન લેટર તૈયાર ભોગ બનનારના
વોટસએપ ઉપર મોકલી આપતા હતા. તેપછી બંને ભેગા મળી જાતે ઉપરોકત મોબાઈલમાંથી તેમજ મો.નં. ૯૩૧૩૭૬૪૧૧૩, ૭૮૭૪૪૧૨૪૬૧ ઉપરથી બેંકના નામે મેસેજ કરી લોન મંજર થઈ ગયેલ છે.
તમારો ચેક તમારા નજીકના સ્થળે આવેલ તિરૂપતિ કુરીયરમાં મોકલી આપેલ છે. ત્યાંથી મેળવી લેવા કહેતા અને પહેલા પોતાની પ્રોસેસીંગ ફી આંગડીયામાં જમા કરાવડાવતાં હતા. જે નાંણા આંગડીયામાંથી મિતેશકુમાર ઉર્ફે મલ્કેશ કનૈયાલાલ નાઓ ચીરાગ સોની નામે મંગાવતો અને જાતે જઇ રોકડ લઈ લેતા હતો. ત્યારબાદ ભોગ બનનારને પોતાના બેંક એકાઉન્ટ ચેક જમા કરાવવા કહેતા હતા અને જયારે
તેઓના ચેક બાઉન્સ થતાં અને અમોને ફોન કરતાં ત્યારે બેંકમાં કોઈ પ્રોબ્લેમ હોય , તે કલીયર થતાં બેંક તમારા ખાતામાં લોન જમા કરાવી દેશે તેવી ખાત્રી આપતા હતા.ગરબાડા પો.સ્ટે.માંનોંધાયેલ ગુન્હા બાબતે પકડાયેલ દંપતિ (૧) મિતેશકુમાર ઉર્ફે મલ્કેશ કર્નૈયાલાલ ઉંમર. ૪૦ (ર) રક્ષાબેન W/O મિતેશકુમાર શાહ ઉમર ૪૦, બંને. રહે. ૩૩- મહેશનગર સોસાયટી, સોમા તળાિ, ડભોઈ રોડ, વડોદરા તથા મો.નં. ૬૩૫૫૭૯૮૭૪૦ નાઓની પુછપરછ કરતાં આ ફરીયાદી તથા સાહેદ પાસેથી લોન આપવાના બહાને દાહોદ ખાતે આવેલ પી.એમ. આંગડીયામાં તા.૨૯/૦૯/૨૦૨૦ ના રોજ રૂ. ૫૨૦૦૦/- તથા તા. ૩૦/૦૯/૨૦૨૦ ના રોજ રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૨૦૦૦/-ભરાવડાવી લુણાવાડા ખાતે આવેલ પી.એમ. આંગડીયામાંથી આરોપી નંબર (ર) નાએ રૂબરૂ લઈ ગયેલ હોવાનું જણાવેલ છે. તેઓની વધુ પુછપરછ કરતાં ધાનપુર તાલુકાના કુંદાવાડા ગામના રહીશ પાસેથી રૂ.૧૮૦૦૦/- , ફતેપુરા ગામના રહીશ પાસેથી રૂ. ૩૦,૦૦૦/- તથા પાટણ જીલ્લાના વરાહી ગામના રહીશ પાસેથી રૂ. ૮૦,૦૦૦/- તથા સદરી દંપતિ અન્ય ઈસમો પાસેથી પણ નાંણા લીધેલ હોવાનું જણાઇ આવે છે. જે આધારે ગુન્હાઓ ડીટેકટ કરવામાં આવેલ છે.(૧) ગરબાડા પો.સ્ટે. એ. પાટગ11821024200360/2020 ઇ.પી.કો કલમ ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબ.
(ર) ફતેપુરા પો.સ્ટે. એ. પાટગ 11821020200565/2020 ઇ.પી.કો કલમ ૪૨૦, ૪૦૬, ૧૧૪ મુજબ.આ ઉપરાંત ઉપરોકત પકડાયેલ દંપતિ એ ગુજરાતમાં અલગ- અલગ જગ્યાએ નવનવધ લોન આપવાના બહાને બેંકના નામે ખોટા પુરાવા બનાવી લાખો રૂપિયાનું કૌભાંડ કરેલાની હકીકત જણાઈ આવે છે.જેથી પંચમહાલ- ગોધરા સાયબર ક્રાઇમ પોલિસે આ દંપતીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
બ્યુરો રીપોર્ટ-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
પંચમહાલ ગોધરા સાયબર ક્રાઈમ પોલીસે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં વિવિધ પ્રકારની લોન આપીને છેતરપીંડી કરતાં દંપતીની ધરપકડ કરી*
Views 60