આધાર કાર્ડ મેળવવા માટે લોકોને પડતી હાલાકી યથાવત રહેતા કલેક્ટર કચેરી કમ્પાઉન્ડની પાસે, પાનમ યોજના ઓફિસની સામે નવીન આધાર સેવા કેન્દ્ર શરુ કરવામાં આવેલ છે. જેથી આધાર કાર્ડ કામગીરી અંગે આવતા લોકોને હવે રાહત મળી રહેશે…
ભારત સરકારના UIDAI અને સીએસસી ઈ ગર્વનન્સ દ્ધારા તારીખ 10 ઓક્ટોબર 2020 થી આધાર સેવા કેન્દ્ર કલેકટર કચેરી કમ્પાઉન્ડ પાસે, પાનમ કોલોની ઓફિસ ની સામે પંચમહાલ જિલ્લાના માનનીય કલેકટર શ્રી અમિત અરોરા સાહેબના વરદ હસ્તે આજ રોજ ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
જેમાં હાલ દૈનિક 60 લોકોની આધાર કાર્ડ અંગેની કામગીરી શરું કરવામાં આવેલ છે.
આ આધાર કાર્ડ કામગીરી માટે UIDAI ની વેબસાઈટ ઉપર ઓનલાઈન એપોઇમેન્ટ લઈને આવવવાનું રહેશે અને તેમને આપેલ સમયમાં કામ પૂરું થઈ જશે અને વધુમાં દિવ્યાગ વ્યકિતઓને ઓનલાઈન એપોઈમેન્ટ વગર પણ પ્રાથમિકતા આપી આધાર કાર્ડ ની કામગીરી કરી આપવામાં આવશે.
આ આયોજન ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીથી ચાલતા CSC SPV ના જિલ્લા મેનેજર વનરાજસિંહ ચાવડા, ધર્મેન્દ્ર બામણિયા અને નૈતિક પટેલ દ્ધારા કરવામાં આવેલ છે.
બ્યુરો રીપોર્ટ-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ
[media_image image=”” width=”300″ height=”200″ link=”” target=”_self” _fw_coder=”aggressive” __fw_editor_shortcodes_id=”90425d9a8c86f79ddd09cd911f45ffd6″][/media_image]