પંચમહાલ માં બાર એસોસિયશનના ધારાશાસ્ત્રીઓએ મામલદાર ને આવેદનપત્ર આપ્યું.*

Views 56

કાલોલ બાર એસોસિયેશનના ધારાશાસ્ત્રીઓ દ્વારા ૬/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાત સરકારએ ઓથ એક્ટ ૧૯૬૯ ની કલમ-૩ હેઠળ તલાટીઓની તરફેણમાં સોગંદનામાની સત્તા સોંપવા સામે વિરોધ પ્રગટ કરી ધારાશાસ્ત્રીઓ એ કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું ‌.                                                                      કાલોલના ધારાશાસ્ત્રીઓએ ગુજરાત સરકારની વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતું માધ્યમથી માત્ર રૂા‌ ૨૦/- ની ફરીથી ૨૨/- જેટલી સેવાઓ ૮ ઓક્ટોબરથી ઓનલાઇન શરૂ કરવાનો નિર્ણય લેતાં રેશનકાર્ડ,આવકનો દાખલો,વિધવા દાખલો,ક્રિમીલીયર સટીૅફીકેટ બધું જ ગ્રામ્ય કક્ષાએ થશે અને સરકારે આ સેવાઓ માટે ઓથ એક્ટ ૧૯૬૯ ની કલમ-૩ અન્વયે ગ્રામ્ય કક્ષાએ  સોગંદનામું કરવાની સત્તા જે ગ્રામ્ય કક્ષાના તલાટી કમ મંત્રીઓને સોંપતાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયનો કાલોલ એસોસિયેશને ઉગ્ર વિરોધ કરી પ્રજાને પડતી મુશ્કેલીઓ ભરેલું આવેદનપત્ર ધારાશાસ્ત્રીઓ એ કાલોલ મામલતદાર ને આપ્યું હતું.તદુપરાંત ઉત્તરપ્રદેશ ના હાથરસમાં થયેલી મહીલા ઉપર દુષ્કર્મ ધટના અને ત્યારબાદ હત્યા અને દેશનું પોલીસ તંત્ર અને સરકારી તંત્ર કેટલું નિભૅર છે.તેમજ કેટલી બેજવાબદારી પૂર્વક વતીૅ શકે છે.તે ફરી એકવાર પૂવૉર કરી આપ્યું છે.એક દલીત પરીવારની યુવાન દિકરી સાથે જાતીય હિંસા થાય છે.તેમજ પોલીસ મૃતકની લાશને તેના સ્વજનોની હાજરી વગર જબરદસ્તીથી અંતિમ સંસ્કાર કરી દેવાતા આ ઘટના ખુબજ કરૂણ અને માનવીય સંવેદનાઓ હચમચાવી નાંખનાર છે ‌. તેમજ ૨૫/૯/૨૦૨૦ નાં રોજ કચ્છ જિલ્લા ના રાપર ગામે વરીષ્ઠ વકીલ ને ઈન્ડીયન એડવોકેટ એશોશીએશન ગુજરાતના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરી, એડવોકેટ જેઓનું દિન દહાડે ઓફીસ બહાર હત્યાં માનવીય સંવેદનાઓ હચમચાવી નાંખનાર ઘટનાં બની જેને કાલોલ ધારા શાસ્ત્રીઓએ સખત શબ્દોમાં વખોડી કાંઠે છે.
બ્યુરો રીપોર્ટ-ભાવિનભાઈ પરમાર
પંચમહાલ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *