મહેસાણા જિલ્લાના કડી ખાતે નાયબમુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસના કામોનો લોકાર્પણ કરાયા
————-
કડી-કલોલરોડ થીકડીતાલુકા સેવાસદનને જોડતાઅન્ડરબ્રિજનું લોકાર્પણ
—-
કડીખાતે નવીન શહેરી પ્રાથમિક આરોગ્યકેન્દ્રનું લોકાર્પણ
————————-
રૂ.૦૪.૨૫કરોડના ખર્ચે નિર્મિત કડીતાલુકાપંચાયતભવનનું લોકાર્પણ કરાયું
——————–
રાજ્યમાંલોકોની આરોગ્ય સુખાકારીઅને માળખાકીય સુવિધા માટે સરકાર કટિબધ્ધ –
-નાયબમુખ્યમંત્રીશ્રીનિતીનભાઇપટેલ
મહેસાણા
મહેસાણાજિલ્લામાંકડીખાતે વિવિધ વિકાસ કામોનાલોકાર્પણ પ્રસંગે ઉપસ્થિ નાયબમુ્ખ્યમંત્રી શ્રી
નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્યસુખાકારી અને માળખાકીય સુવિધા
માટે કટિબધ્ધ છે. કલોલ રોડ થી કડી તાલુકા સેવાસદન ને જોડતાં રોડ પર નિર્મિત અન્ડરબ્રિજ, આદર્શ
હાઇસ્કુલ પાસે શહેરી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર અનેરૂ.૦૪.૨૫કરોડના ખર્ચે નવનિર્મતિ તાલુકાપંચાયત ભવનનું
લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે યોજાયેલા સમારોહમાં નાયબમુ્ખ્યમંત્રીશ્રીનિતીનભાઇપટેલેજણાવ્યું કે કડી તાલુકો સમગ્ર
મહેસાણા જિલ્લાનો પ્રગતિશીલ શિક્ષણ,આરોગ્ય તેમજ અનેક કામોમાં મોખરે છે. ગુજરાત સરકાર દ્બારા કડી
તાલુકાની અંદર ત્રણ વિકાસના કામોની મંજુરી આપવામાં આવેલીછે. એ કાર્યોને પરિપૂર્ણ કરી આજેતેના
લોકાપર્ણ કરવામાં આવ્યા હતા. વધુમાં જણાવ્યુ કે
કડી-કલોલરોડથીકડીતાલુકાસેવાસદનનેજોડતાંરોડપરનિર્મિતઅન્ડરબ્રિજ બનાવવાથી રીંગ રોડ પર અન્ડર
પાસ બનાવવાથી કડી, થોળ રસ્તા પરનું ટ્રાફિકનું ભારણ હળવું થશે. આ અન્ડરબ્રિજ રૂપિયા ૨૦ કરોડના
ખર્ચે તૈયાર થયેલ છે. ગરીબ લોકોને સારવાર આપવા માટે નગરપાલિકાએ જગ્યા પસંદ કરીઆપેલ જગ્યાએ
શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું.કડી તાલુકામાં મેડા આદરજ,બોરીસણા,રંગપુરડા,
વેકરા,જાદવપુરા,મહારાજપુરા,આદુંદરા અને નારાયણ ગ્રામ પંચાયતના નવિન મકાનને મંજુરી મળતા દરેક
પંચાયત માટે ૧૪ લાખની જોગવાઇ કરવામાં આવેલ અને આ ગ્રામ પંચાયતોનું બાંધકામ સંપૂર્ણ રીતે પૂર્ણ
થયેલ છે. તેની પાછળ ૧૧૨ લાખનો ખર્ચ થયેલ છે.જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીના માર્ગદર્શન
હેઠળ રાજ્યમાં સૈપ્રથમ ઇ-શિક્ષા જ્યોત ડિજિટલ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે. જેથી બાળકોને ઘરે બેઠા
શિક્ષણ મેળવી શકશે.
આ પ્રસંગે સ્થાનીય ધારાસભ્યકરશનભાઇસોલંકી, જિલ્લાવિકાસઅધિકારીએમ.વાય.દક્ષિણી, સ્થાનીય પ્રાંત
અધિકારીશ્રી, કેતકીબેનવ્યાસ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતઅન્ય અધિકારીઓ, પદાધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
(૨) નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે શિક્ષણને સમર્પિત ઇ-શિક્ષા જ્યોત સામાયિકનું ઇ-વિમોચન
વિધા,સાધના અને સંસ્કારનો સમન્વય એટલે ઇ-શિક્ષા જ્યોત ડિઝીટલ મેગઝીન
————-
ઇ-શિક્ષા જ્યોત મેગેઝીન શિક્ષણ અને શિક્ષણ સાથે સંકળાયેલ નાગિરીકોને ખુબ ઉપયોગી બની રહેશે
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ
મહેસાણા
મહેસાણા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પ્રેરણા અને માર્ગદર્શનથી સૌ પ્રથમ વાર
ઇ-શિક્ષા જ્યોત સામયિકને નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના હસ્તે ઇ-વિમોચન કડી ખાતેથી
કરવામાં આવ્યું છે.શિક્ષણની ગુણવત્તા સુધારવાના હેતુથી સૌ પ્રથમ ઇ-શિક્ષા જ્યોત ડીઝીટીલ મેગેઝીન
શિક્ષણને સમર્પિત કરાયું છે.
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે વિધા,સાધના અને સંસ્કારનો સમન્વય આ
ઇ-સામાયિક વ્યક્તિ જીવન ઘડતરમાં ખુબ ઉપયોગી બની રહેનાર છે.માનવ જીવનની શરૂઆતથી માનવની
સભ્યતા સાથે શિક્ષણનો સહયોગ રહ્યો છે.શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રકારની ઉત્કૃષ્ટ કામગીરી થકી શિક્ષણની
ગુણવત્તા સુધારવા ઇ-શિક્ષા જ્યોત ડિઝીટલ મેગઝીન ખુબજ મહત્વનું બની રહેશે
શિક્ષણને સમર્પિત સમાયિક થકી વ્યક્તિની પ્રતિભાને નિખારવા,વિકાસ,ચારિત્ર્ય ઘડતર,મૂલ્યનિષ્ઠા,સમાજ
પરીવર્તન સહિત વિવિધ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.મહેસાણા જિલ્લામાં દર માસની પાંચમી
તારીખે આ અંક પ્રકાશિત થશે જેમાં જુદા જુદા શિક્ષકોના માહિતીસભર લેખો પ્રસિધ્ધ થશે.
કોરોના વાયરસને પગલે મહેસાણા જિલ્લામાં શિક્ષણક્ષેત્રે સરાહનીય કામગીરી રહી છે. જિલ્લા વિકાસ
અધિકારીના માર્ગદર્શનથી મહેસાણા જિલ્લામાં વિડીયો કોન્ફરન્સ,ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક
પ્રવૃતિઓ સહિત કોરોના કક્કાવારી અને ઘર એજ પાઠશાળા જેવા નવતર પ્રયોગો કરી શિક્ષણને જીવંત
બનાવ્યું છે.
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શનથી જિલ્લા શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ અને નાયબ
પ્રાથમિક શિક્ષણાધિકારીની પુલકીત જોષીની આગેવાની હેઠળ ૧૧ શિક્ષકો દ્વારા માસિક ઇ-મેગેઝીન
પ્રકાશિત થનાર છે.આ ઇ-સામાયિકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી અમીબેન પટેલ સહિત હિસાબી
અધિકારી ભરતભાઇ ચૌધરીનો પણ સહયોગ રહ્યો છે.
મહેસાણા જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ઇ-શિક્ષા જ્યોત મેગેઝીન પ્રકાશિત થઇ રહ્યું છે. આ મેગેઝીન
આગામી સમયમાં શિક્ષણ અને શિક્ષણ સાથે સંકળાયેલ નાગિરીકોને ખુબ ઉપયોગી બની રહેનાર છે. દર
માસે પ્રકાશિત થતા આ મેગેઝીન શિક્ષણની નવીન બાબતો,નવીન પ્રયોગો અને નવીન આયામો લઇને
આવશે જેથી શિક્ષણક્ષેત્રે હમેશાં અગ્રેસર મહેસાણા જિલ્લામાં શિક્ષણનું સોપાન ઉમેરાશે.
ઇ-શિક્ષા જ્યોત વિમોચન કાર્યક્રમમાં ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી
એમ.વાય.દક્ષિણી સહિત અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(૩)
મહેસાણા જિલ્લા પંચાયતમાં ડીડીઓ પુરસ્કાર ગ્રાન્ટમાંથી પીવાના પાણીની નવીન સુવિધાનો પ્રારંભ
—————–
નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ દ્રારા કડી ખાતેથી યુ.વી કોલ્ડ વોટરનું લોકાર્પણ કરાયું
——————-
જિલ્લા પંચાયત કેમ્પસ ખાતે શરીરને ફીટ રાખવા ફીટનેસ સાધનોનું લોકાર્પણ
મહેસાણ
મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણીની પુરસ્કાર ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયત કેમ્પસમાં
પીવાના પાણીની નવીન સુવિધાનો પ્રારંભ નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ દ્વારા કડી ખાતેથી કરાયો
હતો. ઉલ્લેખનીય છેકે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ દ્વારા કડી ખાતે આજે વિવિધ વિકાસ કામોના
લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહેસાણા જિલ્લા પંચાયતની મુલાકાતે આવતા નાગરિકો તેમજ
કર્મયોગીઓને પીવાના પાણીની સુવિધા માટે વોટર એ.ટી.એમ કીયોસ્ક પર ડે 1000 લીટર કેપીસીટી
વિથ.આર.ઓ., યુ.વી કોલ્ડ વોટર સાથે મશીનનું લોકાર્પણ કરાયું છે. જિલ્લા પંચાયતમાં રૂ.10 લાખના ખર્ચે
ડીડીઓ પુરસ્કાર ગ્રાન્ટમાંથી ઉપલ્બધ બન્યું છે
હાલમાં નાગરિકો દ્વારા સ્વાસ્થયની પુરી કાળજી લેવામાં આવે છે.કસરત થકી શરીરને તંદુરસ્ત બનાવી રહ્યા
છે ત્યારે મહેસાણા જિલ્લા પંચાયત કેમ્પસમાં શારીરીક તંદુરસ્તી માટે ફીટનેસ સાધનો મુકાયા છે. જેથી
જિલ્લા પંચાયત મહેસાણામાં રીક્રેશન એન્ડ વેલનેસ સેન્ટર (ફીટનેસ સાધનો) રૂ.02.50 લાખના ખર્ચે તૈયાર
થયેલ છે જેનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
————————-
(૪)
શહેર જિલ્લાની શાળાઓએ શિષ્યવૃત્તિની દરખાસ્ત તા.૨૦ જુલાઇ સુધીમાં મોકલવાની રહેશે.
મહેસાણા જિલ્લાની શહેરી અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓએ શિષ્યવૃત્તિની દરખાસ્ત ૨૦ જુલાઇ
સુધીમાં મોકલાવાની રહેશે. જિલ્લાની જે શાળામાં ધોરણ-૧ થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૧-૧૨ તેમજ કોલેજમાં
વર્ષ ૨૦૧૯-૨૦માં અભ્યાસ કરતા હતા અને શિષ્યવૃત્તિની દરખાસ્ત કરવાની બાકી હોય તેવા અનુસૂચિત
જાતિના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પૂરવણી દરખાસ્ત ઓનલાઇન તા.૨૦/૦૭/૨૦૨૦ સુધીમાં ડીજીટલ
ગુજરાત પોર્ટલ પર તૈયાર કરીને મોકલવાની રહેશે. ત્યારબાદ કોઇ વિદ્યાર્થી શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે તો
તે અંગેની સંપૂર્ણ જવાબદારી તે સંસ્થાના સંચાલકશ્રી અને આચાર્યશ્રીની રહેશે. તેમ નાયબ નિયામકશ્રી
(અ.જા.ક) અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (જિલ્લા પંચાયત) દ્વારા જણાવાયું છે.
(૫)
મહેસાણા જિલ્લામાં આર.ટી.ઓ. દ્બારા વાહન ફિટનેશ કેમ્પ કાર્યક્રમ યોજાશે
મહેસાણા જિલ્લામાં આર.ટી.ઓ. દ્બારા વાહન ફિટનેશ કેમ્પ કાર્યક્રમ 10 જુલાઇ
2020 થી આર.ટી.ઓ. કચેરીએ હેડક્વાર્ટર સિવાયના તાલુકા કક્ષાના કેમ્પમાં તમામ
પ્રકારના વાહનો ઇન્સપેક્શન કરવા સુચના આપેલ છે. જેથી ૧૩ જુલાઇ 2020 તથા ૧૬
જુલાઇ 2020 ના રોજ પંચશીલ, જલારામ સિમેન્ટ પાઇપની બાજુમાં મું કાંસા, તાલુકો-
વિસનગર, જીલ્લો -મહેસાણા, સવારે 10.૦૦થી ૫.૦૦ સુધીનો રહેશે. કોરોના વાયરસના
સંક્રમણથી કચેરી ખાતે કોઈપણ વાહનોના ફિટનેસ કંપની કામગીરી કરવામાં આવશે
નહીં જેથી અરજદારને જરૂરી ઓનલાઇન થી ભરી ઉપરોક્ત ફિટનેસ કેમ્પ નો
ઉપયોગ કરવાનો રહેશે.
મહેસાણા જિલ્લાના કડી ખાતે નાયબમુખ્યમંત્રીશ્રીના હસ્તે વિકાસના કામોનો લોકાર્પણ કરાયા
Views 57